મંદિર નહીં સંડાસ બાંધો

મંદિર નહીં સંડાસ બાંધો -બાસ્પા

Side A –
– @1.41min. વિશ્વની પ્રજાને ચાર ભાગમા વહેંચી શકાય તે બકરાં ચરાવતા રબારીના ઉદાહરણથી સમજો. સૌથી આગળ ચાલનારા માલ ખાતા હોય છે અને સૌથી પાછળ ચાલનારા માર ખાય છે. @4.42min. ભગવાન બધાના માટે સરખો છે. શ્રી કૃષ્ણ ભગવાન અને મહાભારતના પાત્રો અને પ્રસંગો વિશે સાંભળો. જેના બાવડાંમાં યુદ્ધ કરવાની શક્તિ હોય તેજ શાંતિ સ્થાપિત કરી શકે. જે લોકો પ્રજાને સસલાં-હરણાં બનાવે છે તે પ્રજાના મોટામાં મોટા દુશ્મનો છે પછી તે ધર્મના નામે કે અધ્યાત્મના નામે કે ગમે તેના નામે બનાવતા હોય. તમારામાં ગમે એટલી બુદ્ધિ હોય, ગમે એટલી આવડત હોય પણ જો તમે અહંકારી થશો તો ઈશ્વરના અને સંત પુરુષોના આશીર્વાદ ન મેળવી શકશો, તમે લુલું અને લંગડું જીવન જીવશો. ભગવાન કદી ઉંઘતો નથી, વૃંદાવનનો પ્રસંગ સાંભળો. @11.08min. રાજકારણ અને ધર્મકારણના મુદ્દાનો ભેદ સમજો. @19.37min. સૌથી આગળ ચાલતી પ્રજા સ્થળાંતર કરે અને ધંધો બદલ્યા કરે. અમેરિકા આખું યુરોપમાંથી આવીને વસ્યું. મુંબઈની જાહોજલાલી બહારની પ્રજાની છે. @26.22min. (more…)