જળ ક્રાંતિ

જળ ક્રાંતિ – આટકોટ ની પાસે જસાપરમાં રૂડા ભગતના કાર્યને બિરદાવવા માટેની સભા

Side B –
– @2.02min. પ્રશ્નોની દ્રષ્ટીએ માણસોના પાંચ રીતે વર્ગીકરણ. 1- ગમે ત્યાં મુકો પ્રશ્નોજ ઊભા કરે, 2- પ્રશ્નો ઊભા ન કરે અને ઉકેલે પણ નહી, જેમ તેમ કરીને જીવન પૂરું કરવા માંગે, આ નમાલો વર્ગ છે. રસ્તે ચાલતી બહેનોમાંથી રૂપાળી બહેનને ઉપાડી જનારનું ઉદાહરણ સાંભળો. કોઈ દ્રૌપદીના ચીર ખેંચાય તો ખેંચાય, આપણે શું? 3- માત્ર પોતાનાજ પ્રશ્નો ઉકેલે છે, અમદાવાદ સ્ટેશનનું ઉદાહરણ. માત્ર પોતાનાજ પ્રશ્નો ઉકેલનારા ગાંધી નગર કે દિલ્હી ન પહોંચી જાય તેની કાળજી રાખજો. 4 – જે પોતાના પ્રશ્નો ઉકેલે છે પણ સાથે સાથે બીજાના, સમાજના, દેશના પ્રશ્નો પણ ઉકેલે છે. રૂડાભાઈનું ઉદાહરણ. રૂડાભાઈ આ ધરતીનું રતન છે, એક સામાન્ય ખેડૂતના દીકરાએ શૂન્યમાંથી બહુમોટું સર્જન કર્યું. @9.35min.શાંતિ નાક પકડવાથી કે ભોંયરામાં બેસવાથી નથી મળતી, શાંતિ તો પ્રશ્નો ઉકેલવાથી મળે છે. એનું નામજ સાધના છે. જ્યારે પ્રજા પોતાના પ્રશ્નો સમજી નથી શકતી, ત્યારે ખોટી સાધના કરતી થઇ જાય છે. આ એકજ માણસે પોતાની ફેક્ટરીમાંથી ૫૫ લાખ રૂપિયા ઉપાડી, જોતજોતામાં ચેકડેમ બાંધી દીધા. જો આ ચેક ડેમ ન બંધાયા હોત તો કિનારે રહેનારી અડધી પ્રજાને હિજરત કરવી પડી હોત. (more…)