સ્વામી શ્રી રામકૃષ્ણ પરમહંસ ચરિત્ર

Side A –
– અત્યાર સુધી જે સંતો થયા તે માનવતાવાદી કે સમાજવાદી થયા પણ આ બંને દિશામાં જુનવાણી વિચારોને લીધે અને રૂઢીચૂસ્તોને લીધે જોઈએ એવી સફળતા ન મળી. દયાનંદ સરસ્વતીને પણ જોઈએ એવી સફળતા ન મળી તે વિશે પૃથ્વીની પ્રકૃતિના ઉદાહરણથી સમજણ. @6.09min. તમારી પાસે કેટલું સાચું છે, કેટલું સત્ય છે એની મહત્તા નથી પણ કેટલું શક્ય છે છે તેની મહત્તા છે. દયાનંદ સરસ્વતી, કબીર, નાનક, દાદુ આ બધા મહાન પુરુષો થયા, એમની પાસે સત્ય હતું પણ શક્યતા ઓછી હતી. અહિયાં જે સફળ થયા તેમાંના એક સંત થયા તે રામકૃષ્ણ પરમહંસ. દયાનંદ સરસ્વતીની મસ્તિષ્કની પ્રધાનતા અને રામકૃષ્ણ પરમહંસ પાસે હૃદયની પ્રધાનતા. ૧૯મી સદીમાં બંગાળમાં અંગ્રેજોનો પ્રભાવ, ક્રિશ્ચિઅનોનો પ્રભાવ, મુસ્લિમોનો પ્રભાવ, બ્રહ્મોસમાજનો પ્રભાવ, પ્રાર્થના સમાજનો પ્રભાવ એક તરફ અને બીજી તરફ તાંત્રિકો, શાક્તો, વામ-માર્ગીઓનો પ્રભાવ અને આવી સ્થિતિમાં એક બ્રાહ્મણ ખુદીરામના ઘરે રામકૃષ્ણ પરમહંસનો જન્મ થયો. ખુદીરામે જાગીરદારના ત્રાસથી ગામ છોડવું પડ્યું. @12.50min. મીરાબાઈનું જીવન ચરિત્ર વાંચજો. કુટુંબના ત્રાસથી તુલસીદાસને પ્રશ્ન પૂછ્યો કે મારે શું કરવું? (more…)