સાચું દાન
મહેસાણા – જેસીસ
Side B –
– જ્યારે કોઈ રાષ્ટ્રનું ભલું થવાનું હોય ત્યારે એને એક કુશળ નેતા મળતો હોય છે. ઇંગ્લેન્ડ, ચેમ્બરલેનના ટાઈમમાં પ્રજામાં હતાશા, નિરાશા, વ્યગ્રતા, ભય, ચિંતા, વ્યાકુળતા હતા. ત્યાંના નેતા બદલાય છે અને તેજ પ્રજાનું ઘડતર કરે છે. જેનામાં તત્કાળ સાચો નિર્ણય કરવાની શક્તિ હોય તેજ ખરો નેતા થઇ શકે. @4.11min. મહાપુરુષ એ છે જે વાતાવરણથી પ્રભાવિત નથી થતો, પરંતુ તે વાતાવરણ ઊભું કરે છે. જે બધાને રાજી કરવાનો પ્રયત્ન કરે છે તે કોઇને રાજી નથી કરી શકતો. અળખા થવાની શક્તિ હોય તે સાચો નેતા થઇ શકે. કોઈ ઘરનું ભલું થવાનું હોય તો તે ઘરમાં સારી કન્યા વહુ કે પુત્રવહુ તરીકે આવે.ગમે એટલો સમર્થ પુરુષ હોય, તે પેઢી, દુકાન કે ફેક્ટરીને સુધારી શકે પણ ઘરને ન સુધારી શકે. @8.49min. જો મારી વાત તમને સાચી લગતી હોય તો તમે કન્યા લાવતાં પહેલાં સો વાર વિચાર કરજો. સામુદ્રિક શાસ્ત્રમાં શરીરના લક્ષણો બતાવ્યા છે. કન્યા અને મિત્ર ખોળવાથી નથી મળતા. ૪૦૦ કન્યા જોયા પછી એક પટેલને માથે છાણા થાપે એવી કન્યા મળી. (more…)