ત્યાગ, વૈરાગ્ય અને કર્તવ્ય – દંતાલી આશ્રમ
ત્યાગ, વૈરાગ્ય અને કર્તવ્ય – દંતાલી આશ્રમ
Side A –
– ગોસ્વામી તુલસીદાસ વિરચિત રામચરિત માણસના પ્રસંગોના આધારે આપના સૌના જીવનના પ્રસંગોની કથા ચાલી રહી છે. ભરત ગાદીએ બેસવા તૈયાર નથી, રામ પાછી ગાદી લેવા તૈયાર નથી. બંને ભાઈઓ વચ્ચે સંપત્તિ લેવાનો ઝગડો નથી પણ સંપત્તિ આપવાનો ઝગડો છે. ચાર શબ્દો યાદ રાખજો – ત્યાગ-ગ્રાહ્ય, વૈરાગ્ય-રાગ. આ દ્વંદ્વો છે. ત્યાગ ગુણ નથી, વૈરાગ્યનું પરિણામ છે. ગુણોનું કામ ક્રિયા કરાવવાનું છે. ક્રોધ ઉત્પન્ન થાય તો ક્રોધની ક્રિયા થાય, કરુણા ઉત્પન્ન થાય તો દુઃખ હરવાની, દાનની ક્રિયા થાય વગેરે. કોઈપણ ગુણ કદી સ્થાયી નથી હોતો, તે વિસ્તારથી સાંભળો. @5.09min. ગુણ બદલાય છે એટલે માણસ બદલાય છે. સવારનો, બપોરનો અને સાંજનો માણસ જુદોજ હોય છે. એના અંદરના ગુણો બદલાય છે, ગુણો સતત પરિવર્તનશીલ છે. સાધુઓની અંદર જે તીવ્ર વૈરાગ્ય હોય, લાખ રૂપિયા ઠોકરે મારતો હોય, તે વૈરાગ્ય ઠંડો પડતાં બબ્બે રૂપિયા ખોળતો થઇ જાય છે. એના પર ઘ્રણા કરવાની જરૂર નથી. કદી કોઈના પર ઘ્રણા ન કરશો. રામાયણ ત્યાગની કથા છે, પણ અહિયાં ત્યાગ કરનારા બધા સંસારી છે. રામ, સીતા, લક્ષ્મણ, ભરત એકેએક ત્યાગી છે. આપણે ત્યાં ત્યાગીઓના ત્રણ રૂપો થયા. ઋષિઓનો, સંસારીઓનો અને સાધુઓનો એટલેકે શ્રવણોનો ત્યાગ. આ ત્રણ ભેદને તમે નહિ સમજો, તો તમે ત્યાગને ન સમજી શકો. (more…)