ભારતીયતા એટલે શું?

ભારતીયતા એટલે શું? – ગોંડલ
સાહિત્ય વર્તુળ આયોજિત સભા – વિષય છે, ભારતીયતા સતત બદલાતી વિભાવના

Side A –
– હિંદુ અને જૈનોના બે દ્રષ્ટિકોણ. પહેલા બહું સારું હતું અને આજે બધું રસાતાળમાં જઇ રહ્યું છે. પહેલા સત્યયુગ હતો, હવે કળિયુગ છે. જૈનો માને છે કે આ પાંચમો આરો છે અને અત્યારે માણસો ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાં જીવન જીવી રહ્યા છે. @2.48min. હું તમને એક ખાસ ભલામણ કરું છું કે તમારે જો કોરા ધાર્મિક થવું હોય તો કોઈ દિવસ વિજ્ઞાન કે ઇતિહાસના પુસ્તકોને અડવું નહિ પણ જો તમારે સાચા ધાર્મિક થવું હોય તો તમારે વિજ્ઞાન, ઈતિહાસ, સમાજ અને ધર્મ બધાનું તુલનાત્મક અધ્યયન કરવાનું. જો નહિ કરો તો સત્યને સ્વીકારી, પચાવી ન શકો. સત્યની ઉલટી થયા કરશે અને સત્યની ઉલટી ભયંકર કોલેરો છે. એવું માનવામાં આવતું હતું કે પહેલા લોકો બહુ ઊંચા 100 વાંસ જેટલા હતા અને હવે ઘટતાં ઘટતાં ઠીંગણાં થઇ ગયા, પહેલા માણસો લાખો વર્ષો જીવતા હવે આયુષ્ય બહું ઓછું થઇ ગયું. વૃષભદેવજી 80 લાખ વર્ષ સુધી સંસાર ભોગવે છે, એવું મને જણાવવામાં આવ્યું. આપણે ત્યાં પણ ઋષિઓ હજારો, લાખો વર્ષના છે અને કેટલાક તો ભર્તુહરિ વગેરે મરતાજ નથી, અમર છે. કાઠીયાવાડમાં ચલમ ફૂંકતા એક માણસ મળ્યા, કહે છે કે તમે ચલમ નહિ ફૂંકો તો સાધુ શા માટે થયા? કોઈ અમર નથી, કોઈ સાશ્વત નથી. એક સમારોહમાં એક નિર્ણય એવો કરવામાં આવ્યો કે હવે આ દેશને બચાવવો હોય અને ભારતીયતાને બચાવવી હોય તો 100 વર્ષ જુનું જીવન શરુ કરો. એમને કોણ સમજાવે કે હવે અત્યારે તો નદી કે કુવાનું પાણી પી શકાય તેમ પણ નથી. (more…)