સુખી સંસારના પરિબળો
સુખી સંસારના પરિબળો -સુરત – સેજળીયા ગામ પાટીદાર સમાજ સ્નેહ મિલન
Side B –
– સંસાર ચાર રીતે ચાલે છે, આ ચારમાંથી એક પણ કારણ ન હોય તો ચાલે નહિ. સૌથી પહેલું તત્વ છે પૈસો. પૈસો પેટ્રોલ છે. સારામાં સારી ગાડી હોય પણ પેટ્રોલ ન હોય તો એક ફૂટ પણ ન ચાલે.માણસ સારામાં સારો હોય અને પૈસા વિનાનો હોય તો સંસારથી ફેંકાય જાય, એટલે ધર્મનું એક તત્વ છે પૈસો અને પૈસો કમાવોજ જોઈએ. @4.54min. શક્તિ દુષણ વિનાની હોતી નથી. પૈસો કમાવો, વાપરવો એ પાપ નથી પણ પૈસાના દોષો ઊભા કરવા એ પાપ છે. શ્રી કૃષ્ણે સોનાની દ્વારિકા ઊભી કરી પણ એક બહુ મોટું દુષણ ઊભું થઇ ગયું. પૈસાદાર બનો અને વ્યસન જુગારથી બચો એ કઠીન કામ છે. બચી ક્યારે શકો કે તમારા ઘરમાં ધાર્મિક વાતાવરણ હોય. કૃષ્ણ દ્વારિકામાં યાદવોને ન બચાવી શક્યા. કૃષ્ણને ઘર છોડવું પડ્યું. @7.44min.થાયલેન્ડમાં કોઈ જગ્યાએ ઝોપડપટ્ટી નહિ, કોઈ ભિખારી નહિ, બેકાર નહિ, સમૃધ્ધ દેશ પણ મોટામાં મોટું દુષણ એ આવી ગયું કે ત્યાં રૂપ વેચાય છે. (more…)