હિંદુ મુસ્લિમ ધર્મ ચર્ચા – લબક ટેક્ષાસ

હિંદુ મુસ્લિમ ધર્મ ચર્ચા – લબક ટેક્ષાસ

Side A –
– વ્યક્તિ પૂજા – મુસ્લિમ ધર્મમાં વ્યક્તિ પૂજાનો જે વિરોધ છે તે અલ્લાહ તરીકે, અલ્લાહ તરીકે કોઈને ન માનવાનું. પયગંબર તરીકેનું જે માન મહંમદ પયગમ્બરને મળ્યું, તે કોઈને મળે નહિ, પછી ભલે એ વ્યક્તિ ગમે એવો લાયક હોય. કોઈપણ ચિંતનને એક વ્યક્તિ કે ગ્રંથ, કે બંને સાથે બાંધી દેવામાં આવે તો આખું ચિંતન બંધ થઇ જાય, પ્રગતિ ન થાય. પ્રગતિ ક્યારે થાય કે જેમ રાઈટર બંધુએ પ્લેન ઉડાડ્યા તે છેલ્લા ન હોવા જોઈએ. આપણે ત્યાં ચિંતનની છૂટ આપી છે. કોઈ વ્યક્તિને આપણે કેન્દ્રમાં મૂકી નથી. અને મુકીએ એટલે સંપ્રદાય થઇ જાય. ૧૩૦૦-૧૪૦૦ વર્ષ પહેલા અરબસ્તાનમાં ૮૬ મૂર્તિઓની પૂજા થતી હતી. એમાંની સોમનાથની પણ સુમનાથ તરીકે પૂજા થતી હતી. મહંમદ સાહેબે ૪૦ વર્ષની વિધવા આરબ બાઈ સાથે લગ્ન કર્યા અને એ આરબ બાઈએ સૌથી પહેલા ઇસ્લામ ધર્મનો સ્વીકાર કરેલો, એના કારણે તોફાનો થયા અને મહંમદ સાહેબ ત્યાંથી હિજરત કરીને મદીના ગયા. (more…)