વારે ચઢે તે વીર

વારે ચઢે તે વીર – જીયાપર, કચ્છ

Side A –
– વ્યક્તિત્વના બે ભાગ – સંયુક્ત અને પોતાનું. @2.25min. દિલ્હીમાં પ્રખ્યાત શાયર ગાલીબની સાચી બનેલી ઘટના સાંભળો. આ ગાલીબની વાત સંસારીઓ સુધીજ સિમિત નથી અમારા સાધુઓ પણ દરવાજે માણસ બેસાડી રાખે અને પછી ત્યાંથી ફોન કરે કે મર્સિડીઝ આવી કે ફિયાટ આવી તો એ પ્રમાણે વ્યવસ્થા થાય, સાઇકલવાળાની તો ગણતરીજ નહિ. હવે તમે વિચાર કરો કે અહી ભગવાન રહે ખરો? ભગવાન જ્યાં સમતા હોય ત્યાં રહે. @7.39min. દુનિયાની રીતને સમજ્યા વિના દુનિયામાં રહેશો તો દુનિયામાંથી ફેંકાઈ જશો. આ સંયુક્ત વ્યકિત્વનો પ્રકાર છે. એક બીજું વ્યક્તિત્વ, તમે કયા પરિવારના છો? પરિવારની પાછળ જુદુ જુદું માપ હોય છે. ઈશ્વરે તમને બીજા બે કુદરતી વ્યક્તિત્વ આપ્યા છે. એક સૌદર્યનું અને બીજું સદગુણોનું. ઉદાહરણો સાંભળો. @11.37min. “भार्या रूपवती शत्रु:” (ચાણક્ય) ચિતોડના રાણાની પત્ની “પદ્મિની” એટલી રૂપાળી હતી કે અલાઉદ્દીન ખીલજી લશ્કર લઈને ચઢી આવ્યો. ચીનમાં રૂપાળી સ્ત્રીઓ ત્યાના રાજાથી બચવા પોતાનો ચહેરો બગડી દેતી તે વિશે સાંભળો. એક મુસલમાન સરદારે શિવાજીને રૂપાળી કન્યા ભેટ આપી તે વિશે સાંભળો. (more…)