હિંદુત્વ અને વિવેકાનંદ – ૧

હિંદુત્વ અને વિવેકાનંદ – સુરત મહાનગર પાલિકા

Side A –
-વિશ્વભરમાં જે ઘણાં વાદો, મતો, પરંપરાઓ, આચારો-વિચારો, પ્રચલિત છે એમાં અને હિન્દુત્વમાં એક બહુ મોટો પાયાનો ભેદ છે. હિન્દુત્વને સાત રંગ છે, જેમ સૂર્યના કિરણમાં સાત રંગ છુપાયેલા છે. @3.06min. હિન્દુત્વ એક એવી નદી છે, જેના કિનારા ઉપર બહું નેંડાણ છે અને આગળ વધતાં ઊંડાણ પણ છે, દુર્ભાગ્ય એ છે કે લોકો જેને હિંદુત્વ તરીકે સમજે છે, એ કિનારાના નેંડાણ ભાગને સમજે છે. એનું જે ઊંડાણ છે એ માત્ર થોડાક લોકોને ખેડવાની વસ્તુ સમજી બેઠા છીએ. કોઈ યોગી, કોઈ જ્ઞાની, કોઈ બ્રહ્મવેત્તા, કોઈ મહા પંડિત ઊંડાણ સુધી જાય અને સામાન્ય પ્રજા છે, જે એના નેંડાણના ભાગમાં છબછબીયાં કરે છે એને આપણે હિંદુત્વ માની બેઠા છીએ. એટલે હિંદુત્વને સમજવા આપણે બહું પ્રાચીન કાળથી એક દ્રષ્ટિપાત કરવો પડશે. હિંદુત્વનું રૂપ કાયમનું નથી, સેંકડો હજારો વર્ષોથી પરિવર્તિત થતું રહ્યું છે. હિંદુત્વએ હંમેશાં નવીનતાનો સ્વીકાર કર્યો છે અને છોડવા જેવી વસ્તુઓ છોડી છે અને વિરોધીઓ સાથે બળનો નહિ પણ બુદ્ધિનો વહેવાર કરે છે. જયારે બુદ્ધિની દુર્બળતા હોય ત્યારે માણસ હાથ ઉપાડતો હોય છે અને જે હાથ ઉપાડતો હોય છે, એથી કંઈ બુદ્ધિના પ્રશ્નો ઉકેલી નથી શકતા હોતા. (more…)