હિંદુત્વની સમજણ – ૨

હિંદુત્વની સમજણ – નાના અંગિયા, કચ્છ – કડવા પાટીદાર સમાજ

Side B –

– લક્ષ્મીનારાયણ પરંપરા, પુરુષ પ્રધાન છે અને સ્ત્રી પ્રધાન પણ છે, કારણકે આપણાં પ્રત્યેક ઇષ્ટ દેવ નર-નારીનું સંયુક્ત રૂપ છે. શિવ અને શક્તિ એકબીજા વગર રહી શકે નહીં. આપણે પાલનકર્તા દેવ તરીકે વિષ્ણુની ઉપાસના કરીએ છીએ “आपो नारा इति प्रवृक्त:” નારા એટલે જળ. જળ રહેવાની જગ્યા છે, એટલે નારાયણ નામ અપાયું છે. ચિત્રમાં નારાયણ શેષ નાગ પર પોઢેલા છે અને લક્ષ્મીજી પગ દબાવે છે. તમને જીજ્ઞાસા થવી જોઈએ કે આમાં શું કહેવા માંગે છે? એના મેસેજને સમજો. જીવનની શરૂઆત જળમાંથી શરુ થાય છે. (આજકાલ અમેરિકા જે ઉપગ્રહો મોકલાવે છે, તે ત્યાં પાણીની તપાસ કરે છે, જો પાણી હોય કે પહેલા હતું તો ત્યાં પહેલાં જીવન હતું એવું પુરવાર કરી શકાય). જીવનની શરૂઆત જળથી શરુ થાય છે, એટલે જ્યાં જળ છે, ત્યાં જીવન છે. (more…)