હિંદુઓનું ભવિષ્ય – ૧

હિંદુઓનું ભવિષ્ય – અમદાવાદ

Side A –
– સુખ અને શાંતિ આ બંનેનું મૂળ છે, દુઃખ અને અશાંતિના પ્રશ્નોને ઉકેલવામાં. જેને દુઃખ હોય એનેજ સુખ હોય અને જેને અશાંતિ હોય એનેજ શાંતિ હોય. તમે દુઃખના અને અશાંતિના પ્રશ્નો ન ઉકેલો અને બીજી ગમે તે રીતે સુખ શાંતિ મેળવવા પ્રયત્ન કરો એ કદી સફળ થવાનું નથી. આ પ્રશ્નોને ઉકેલવા માટે પાંચ વાદો છે, જેમાં લોકો પ્રયત્ન કરે છે. કલ્પનાવાદ, આશાવાદ, આદર્શવાદ, નિરાશાવાદ અને વાસ્તવવાદ. આ પાંચ વાદોમાંથી તમે કયા વાદ ઉપરથી પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન કરો છો, એ મહત્વની વસ્તુ છે. @2.35min. ઘણા લોકોનું ચિંતન કલ્પનાવાદી હોય છે, જેમાં કોઈ પરિણામજ ન આવે. મહંમદ ગઝની જયારે સોમનાથ પર ચઢી આવ્યો ત્યારે, દરવાજા બંધ કરી દીધા અને જે ધર્મ નેતાઓ હતા એમણે લોકોને સમજાવ્યું કે તમે જરાયે ચિંતા કરશો નહીં, આ મહાદેવ છે એ ત્રીજું નેત્ર ખોલવાના છે અને એ ત્રીજું નેત્ર ખોલશે ત્યારે આ બધ્ધા મલેચ્છો, યવનો બળીને ખાક થઇ જવના છે. ખરેખર એવું કશું થયું? આ કલ્પનાવાદ છે, એનાથી તમે પ્રશ્નો ઉકેલી ન શકો. દુનિયાભરના બધા ધર્મો કોઈને કોઈ પ્રકારની કલ્પનાઓ આપે છે, પણ બધા ધર્મો માત્ર કલ્પનાઓજ નથી આપતા પણ કલ્પનાની સાથે સાથે કંઈ વાસ્તવિકતા પણ હોવી જોઈએ. (more…)