રાજનેતા

રાજનેતા, ટીફીન સંસ્થા, અમદાવાદ

 

Side A –
– રાજનેતાની અનિયમિતતા વિશે સાંભળો કે સ્વામીજી હંમેશાં રાજનેતા આવવાના હોય તો એ સભામાં આવવાનું ટાળે છે, કારણકે રાજનેતા કોઈ દિવસ સમયસર આવતા નથી હોતા. જો તમારે વ્યક્તિનું કે પ્રજાનું ઘડતર કરવું હોય તો એને સમયબદ્ધ બનાવો. તમારા બાળકનું કે કોઈ પણ વ્યક્તિનું ઘડતર સમય બદ્ધતાના એકડાથી શરુ થાય છે. રાજનેતાઓની બીજી પણ ખાસિયત શું છે તે સાંભળો. ડંખીલી પ્રજા કેવી હોય તે સાંભળો. @5.59min. રા’નવગણ જ્યારે મરણ પથારીએ હતો ત્યારે તેના પુત્ર પાસે પ્રતિજ્ઞાઓ લેવડાવીને કહ્યું કે ફલાણા બારોટના ગાલ ફાડી નાંખજે, ઉમેટાના દરબારનું માથું કાપી નાખજે અને સિદ્ધરાજનું નાક કાપી નાખજે. આ પ્રતિજ્ઞાઓ કેવી રીતે પાર પાડી તે સાંભળો. @10.50min. વર્ષો પહેલાં ચાણક્યે લખું છે “भार्या रूपवती शत्रु:” બહુ રૂપાળી સ્ત્રી પતિ માટે શત્રુનું કામ કરે છે. એ સારી હોય, સાચી હોય, નિષ્ઠા વાળી હોય તો પણ લોકો એને જીવવા ન દે. મારી આ વાત જો તમારે ગળે ઉતરે તો તમે સ્ત્રીનું રક્ષણ કરજો. બહેનોને પણ હું કહું છું કે તમે પોતાની મર્યાદામાં રહેજો. (more…)