રાષ્ટ્રવાદ
રાષ્ટ્રવાદ, સુણાવ
કર્મચારી વર્ગની કર્મયોગી શીબિર
Side A –
-જયારે કોઈ રાષ્ટ્ર મજબુત થવાનું હોય ત્યારે સૌ પ્રથમ તેનું કર્મચારીઓનું વહિવટી તંત્ર આપોઆપ બળવાન અને કર્તવ્ય પરાયણ બનતું હોય છે. પણ જયારે કોઈ રાષ્ટ્ર અંદરથી તૂટવાનું થાય ત્યારે એની પહેલી નિશાની છે કે એનું વહીવટી તંત્ર તુટવા માંડે. વહીવટી તંત્ર તૂટે ત્યારે એને લાખ પ્રયત્નો કરો તો પણ રાષ્ટ્રને મજબુત બનાવી શકો નહિ. કર્મચારીઓના પાંચ વિભાગ – કર્મચારી વ્યક્તિવાદી, કોમવાદી, સમાજવાદી, સંપ્રદાયવાદી કે રાષ્ટ્રવાદી છે? આ પાંચમાંથી તમે તમારી જાતને ક્યા ગોઠવો છો? @3.07min. વ્યતિવાદી એટલેકે અહંકારી, ડંખીલા, સ્વકેંદ્રિત માણસો કોઇ જોડે ભળી શકતા નથી. આવા માણસને અપમાનની બહુ અસર થતી હોય છે અને બહુ જલ્દી બીજાનું અપમાન કરતો હોય છે. જો તમે બીજાને માન ન આપી શકો તો સ્વમાનના અધિકારી નથી થઇ શકતા. અપમાનથી અપમાન, ઘ્રણાથી ઘ્રણા, પ્રેમથી પ્રેમ, નિષ્ઠાથી નિષ્ઠા આવતી હોય છે. જીન્દગી જીવવી હોય તો ભળતા અને ભેળવતા શીખો. (more…)