કારગીલનું યુદ્ધ – અમદાવાદ
કારગીલનું યુદ્ધ – અમદાવાદ
રાજ્યમંત્રી શ્રી મહેન્દ્ર ત્રિવેદીએ ગાયેલાં ગીતોની કેસેટનું ઉદઘાટન કરતી વખતે આપેલું પ્રવચન
Side A –
– આપણે ત્યાં બે સત્યો માન્યા છે, એક ધ્રુવ સત્ય અને બીજું ચાલુ(કાલિક) સત્ય છે. ચાલુ સત્ય એટલે જે આજે હોય અને કાલે ન પણ હોય, ભારતમાં જે સત્ય હોય તે બીજા દેશમાં ન હોય. દેશ, કાળ પરિસ્થિતિ બદલાતાં જે સત્ય બદલાય તે ચાલુ સત્ય કહેવાય. કેટલાંક ધ્રુવ સત્યો છે, એમાં મૃત્યુ એ ધ્રુવ સત્ય છે. તમે કરોડ પ્રયત્નો કરો પણ મરવું એ નિશ્ચિત્ત છે. ગીતામાં લખ્યું છે કે जातस्य हि ध्रुवो…..शोचितुमर्हसि…..(गीता 2-27). એવીજ રીતે યુદ્ધ પણ ધ્રુવ સત્ય છે. તમે ઈચ્છો કે ન ઈચ્છો યુદ્ધ થયાં છે, થતાં રહે છે અને ભવિષ્યમાં થવાનાંજ છે, યુદ્ધને તમે કદી કોઈ રોકી શકો નહીં. જો આ ધ્રુવ સત્ય છે તો આપણે યુદ્ધ હાર્યા કરવું કે યુદ્ધને જીત્ય કરવું આ સાધનાનો ગંભીર વિષય છે. યુદ્ધને 15 દિવસ, મહિનો કે બે મહિના પાછું ઠેલી શકો પણ એને સદંતર અટકાવી શકાતું નથી. યુદ્ધના મુખ્ય ચાર ઘટકો છે તે રાજા(રાજનેતા), ગુપ્તચરો, લશ્કર અને ચોથું પ્રજા છે. યુદ્ધ રાજા લડતો હોય છે લશ્કર નથી લડતું, જેમ ઘોડો નથી દોડતો પણ અસવાર દોડતો હોય છે. વાજિંત્ર નથી વાગતું એને વગાડનારો વાગે છે. (more…)