કારગીલનું યુદ્ધ – સુરત

કારગીલનું યુદ્ધ – સુરત
કારગીલના શહીદો માટે આયોજિત સભા

Side B –
– આપણે ત્યાં બે સત્યો છે, એક ધ્રુવ સત્ય છે અને બીજું કાલિક સત્ય છે. જે સત્ય હંમેશને માટે રહેતું હોય તે ધ્રુવ સત્ય છે અને જે સમય ઉપર બદલાતું રહે એ કાલિક સત્ય છે. નીતિકારે બતાવ્યું છે કે ધ્રુવસત્યમાંનું એક સત્ય છે યુદ્ધ અને એ અનિર્વાર્ય છે. યુદ્ધને કદી રોકી ન શકાય. સમર્થમાં સમર્થ કૃષ્ણના પ્રયત્નો પણ સફળ ન રહ્યા. યુદ્ધની તૈયારી હંમેશાં હોવી જોઈએ. @5.00min. આપણે અહિંસાવાદી નથી પણ વાસ્તવવાદી છીએ. જે આતયાયી બને અને ભારત માં નો છેડો ખેંચે એને જીવતો છોડવો પણ નથી. જો તમે વાસ્તવવાદી ન બનો તો આબરૂ વિનાના થઇ જશો, ગુલામ થઇ જશો. કદી પણ શાંતિની શોધમાં ન નીકળશો. જે લોકો શાંતિ શોધવા નીકળ્યા એમણે આ દેશને નમાલો કરી નાંખ્યો છે. હજારોની શાંતિ માટે કારગીલનો એક એક જવાન રાતના ઉજાગરા કરે, ભૂખ તરસ વેઠે, લોહીના ખાબોચિયાંમાં તરફડે, ગોળીઓની રમઝટ વચ્ચે જીવે, માથાનું કફન હાથમાં લઈને ચાલે એટલે એની અશાંતિ ના કારણે આપણે શાંતિ ભોગવીએ છીએ. જો એ હિમાલયમાં પલાંઠી વાળીને બેસી જાય અને બોલવા લાગે કે આપણે હવે શાંતિ છે, તમારું જે થવાનું હોય તે થાય તો એવી શાંતિ નમાલાપણું અને ગદ્દારી છે. (more…)