ગુપ્તચરોનો મહિમા
ગુપ્તચરોનો મહિમા – પહાડપુર
Side A – 
– શ્રી જયંતીભાઈ ભગવાનદાસ પટેલના બહુમાન પ્રસંગે.રાજવ્યવસ્થા ચાર પાયા પર ઊભી હોય છે. અવ્યવસ્થા વિનાની કોઇ વ્યવસ્થા હોતીજ નથી. @4.22min. સારામાં સારી રાજવ્યવસ્થા કરવી હોય તો પહેલી શર્ત છે મુત્સદ્દી નેતા, બીજી શર્ત છે ઉત્તમમાં ઉત્તમ ગુપ્તચર ખાતું, ત્રીજી શર્ત છે સારામાં સારું ઈચ્છા પ્રમાણે કામ કરી શકાય તેવું લશ્કર અને આ ત્રણેને પોતપોતાની જગ્યાએ રાખવું હોય તો ચોથા ઘટકનું નામ છે ત્રણેમાં રહેનારાઓનું ઊંચામાં ઊંચું મોરલ(નૈતિકતા). (1) અંગ્રેજો, મોગલો, પેશ્વાઓ અને રાજપૂતોમાં શું ફરક છે તે સાંભળો. કોઇ દેશને પોતાનો કરવો હોય તો તેના બંદરો કબજે કરવા. અકબરને એના કુટુંબીઓને હજ કરવા મોકલવા હોય તો પોર્ટુગીઝ ની પરમીટ જોઈએ. પોર્ટુગીઝ(અલ્બાકર્કી) અઢાર નાવડાં લઈને આવેલો અને આખો દરિયો કબજે કરી લીધો @8.17min.ભાવનગર બંદરની વાત – અંગ્રેજો પાસે જતું ભાવનગર બંદર મુત્સદ્દી એવા દિવાન ગગા ઓઝાએ કેવી રીતે બચાવ્યું તે સાંભળો. ગગા ઓઝાએ બહુ સરસ જવાબ આપ્યો કે મેં સંસારથી સન્યાસ લીધો છે પણ રાષ્ટ્ર ભક્તિથી સન્યાસ નથી લીધો. નિયમો પાળજો પણ નિયમોની જડતાને ન વળગી રહેશો. (more…)
