શિવ દર્શન – ૨
શિવ દર્શન
હિંમતપુરા ગામમાં વેડઈ માતા અને નીલકંઠ મહાદેવની પ્રતિષ્ઠા પ્રસંગે
Side B – 
– આરતી વિશેની સમજણ ચાલુ. દર્શન કેવી રીતે કરવા તે અહિ લખવા કરતાં સાંભળવું વધારે જરૂરી છે. સ્વામીજીએ આરતીને લગતી દરેક વાત સંભળાવી ત્યારે ગોરા લોકો ખુશ થઇ ગયા કે આ તો બહુ સરસ વાત છે. પૂજારી કહે 30 વર્ષ પછી મને આજે આરતી વિષે ખબર પડી. @3.22min. એટલે હું તમને બધાને કહું છું કે તમે તમારી પ્રતિમાઓને સમજો. એના હાથમાં જે શસ્ત્રો છે, વાહન છે એ બધાને તમે સમજો તો અંદર એટલો બધો મેસેજ છે કે એમાં આખું શાસ્ત્ર આવી જાય. આપણે એમ માનીએ છીએ કે “વરાહ” ભગવાને સૃષ્ટિનો ઉદ્ધાર કર્યો એનો અર્થ સમજો.  (more…)
