પતંજલિ યોગ સુત્ર
Patanjali Yog Sutra – AMRILLO, Texas
@4.00Min. દુનિયાભરના શાસ્ત્રોના ત્રણ ભાગ, ફિલસુફી(દર્શન), આચાર અને પુરાણ. દર્શન એટલે ધર્મ તાત્વિક દ્રષ્ટિ શું માને છે? આચારોનું નિરુપણ કે વિવેચન અને આ બન્ને શાસ્ત્રોને પુષ્ટ કે દ્રઢ કરવા જે કથાઓ રચાઇ હોય તેને પુરાણ કહેવાય.એટલે પુરાણ શાસ્ત્ર સત્યજ છે એમ નહિ, એમાં સત્ય હોય, કલ્પના હોય તથા સત્ય અને કલ્પના બન્ને મિશ્રિત હોય. એનું ધ્યેય કથાના દ્વારા પરમ સત્યનું સમાજમાં સ્થાપના કરવાનો છે. દા.ત. પુરાણની શ્રવણની આખ્યાયિકા, “માતૃદેવો ભવ” એ સિધ્ધાંતને જીવનમાં ઊતારવા માટે થઇ. @17.00Min. શાસ્ત્રો કોણે અને ક્યારે રચ્યા તેની વિગતો. @31.00Min. રશિયાના એક વિદ્વાને કહ્યુંકે શાંખ્યશાસ્ત્ર વિજ્ઞાનની જેટલું નજીક છે એટલું કોઇ શાસ્ત્ર નથી. @44.20Min. ત્રણ અશુધ્ધિઓ, શરીરની(રોગ), વાણીની(અસત્ય બોલવું,અશુધ્ધ ઉચ્ચાર,મનની અશુધ્ધિ), વ્યાકરણની.