રામાયણ તુલના-૭
લંડન, યુ.કે.
Side4A –
– પહેલો મુદ્દો એ છે કે વાલ્મીકીએ જે રચ્યું એ મહાકાવ્ય છે. તુલસીદાસે જે રચ્યું એને પણ મહાકાવ્ય કહેવાય. સાહિત્યની દ્રષ્ટિએ જે રચાયેલા ગ્રંથો હોય અને ઇતિહાસની દ્રષ્ટિએ જે રચાયેલા ગ્રંથો હોય એ બેયમાં પાયાનો ભેદ છે તે સામાન્ય રીતે સામાન્ય લોકોને ખબર પડતી નથી અને એના કારણે બહું મોટો ગોટાળો થતો હોય છે. જયારે કોઈ સાહિત્યની એટલેકે મહાકાવ્યની રચના કરે ત્યારે કવિએ એમાં બધા રસો મૂકવા પડે, આખો વંશ કહેવો પડે, જીવનની આખી ઘટનાઓ કહેવી પડે અને એમાં બધા રસોની નિસપત્તી કરવી પડે એટલે ઘણી વાર અદભૂત રસ અને બીજા રસો મૂકવા માટે ઇતિહાસની મર્યાદાથી પાર થઈને વાત કરે. જો એવી વાત એ ન કરે તો મહાકાવ્યમાં જે રસ આવવો જોઈએ, જે મજા આવવી જોઈએ એ ન આવે એટલે રામાયણની અંદર આવેલી જે નાની-મોટી ઘટનાઓ છે એ વિશુદ્ધ ઈતિહાસ છે એવું માની લેવાની જરૂર નથી અને જો તમે એવું માની લેશો તો કદાચ તમે એક મોટા ગુંચવાડામાં પડી જશો. એ મહાકાવ્યો રચવા પાછળનો હેતુ એ પણ છે કે એકતો તત્કાળ સમયના સમાજનું પ્રતિબિંબ આપણને ખ્યાલમાં આવે અને બીજો હેતુ એ છે કે વ્યક્તિના જીવનના જે પ્રશ્નો છે, એ તથા એ પ્રશ્નોના ઉકેલ પણ મૂકવામાં આવે તેથી તમને એવું લાગે કે આ મારીજ કથા ચાલી રહી છે. (more…)