શ્રીકૃષ્ણ (૧)

[ આપણા માંથી ઘણાબધાં લોકો પૌરાણિક વાતોને સત્ય માની ને ચાલતા હોય છે. પરમેશ્વર એ બ્રહ્મ છે પણ જયારે તેને વૈરાગ્ય અને જ્ઞાનપ્રધાન જોવો હોય ત્યારે ભગવાન શિવનો આકાર આપી દીધો, એજ પ્રમાણે જયારે કર્તવ્ય પ્રધાન જોવો હોય ત્યારે વિષ્ણુ ભગવાનનો આકાર આપી દીધો. કૃષ્ણ પ્રેમ છે. આવો આપણે આ જન્માષ્ટમી વખતે પૌરાણિક વાતોને વિવેકની આંખથી ફરીથી તપાસીને કૃષ્ણ એટલે શું એ ફરીથી સમજીએ. આવો માણીએ ATLANTA, Georgia માં કરેલું પ્રવચન. ]


listen – Side 1A

અમેરિકા આવવા અંગે સ્વામીજીની વ્યથા. દેશ કરતાંયે લોકોમાં બમણી અંધશ્રદ્ધા જોવામાં આવે તો આવવાની શી જરૂર? હિંદુ પ્રજાની લાચારી અને બાદબાકી વિશે. @૬.૩૦મિન. એક અમેરિકનનો પ્રશ્ન. @૧૭.૨૦ સ્વામીજીની કડવી વાતો. @૧૯.૪૦ પૂજ્ય મોટા વિશે. @૨૧.૩૦મિન.આપણા શાસ્ત્રો અને ઋષીઓ વિશે. @૨૫.૪૫મિન. વૈરાગ્ય અને નિગ્રહ(નિષેધ)ની સમજણ. પ્રજાને ગુંડાઓના ત્રાસથી મૂક્ત કરવું તેના જેવું બીજું કોઈ પુણ્ય નથી. @૩૨.૨૫મિન. આશ્રમના બારણે એક માંદા સ્થિતપ્રજ્ઞ વ્યક્તિનું આગમન. @૩૬.૪૫મિન. સન્યાસ લેવા આવતા છોકરાને પાછો માં-બાપની સેવા કરવા ઘરે મોકલ્યો. @૩૯.૦૦મિન. વેદની ઉપાસના, ગાંધીજી પૂર્ણ અધ્યાત્મિક પુરુષ છે છતાં એની ધાર્મિક્તામાં વેવલાપણું નથી.. દાર્શનિક માન્યતા અને ઉપનિષદમાં દેવોના સમન્વય વિશે. ઇસ્લામની ભાંગ-ફોડ વિશે. (more…)