શ્રીકૃષ્ણ (૩)

[ આપણા માંથી ઘણાબધાં લોકો પૌરાણિક વાતોને સત્ય માની ને ચાલતા હોય છે. પરમેશ્વર એ બ્રહ્મ છે પણ જયારે તેને વૈરાગ્ય અને જ્ઞાનપ્રધાન જોવો હોય ત્યારે ભગવાન શિવનો આકાર આપી દીધો, એજ પ્રમાણે જયારે કર્તવ્ય પ્રધાન જોવો હોય ત્યારે વિષ્ણુ ભગવાનનો આકાર આપી દીધો. કૃષ્ણ પ્રેમ છે. આવો આપણે આ જન્માષ્ટમી વખતે પૌરાણિક વાતોને વિવેકની આંખથી ફરીથી તપાસીને કૃષ્ણ એટલે શું એ ફરીથી સમજીએ. આવો માણીએ ATLANTA, Georgia માં કરેલું પ્રવચન. ]


listen – Side 3A

કૃષ્ણ પ્રેમરૂપ છે. એક પાદરીએ લખેલું પુસ્તક ક્રિશ્ન અને ક્રાઇસ્ટ વિશે. શા માટે લખેલું તે સાંભળો. @૪.૨૨મિન. કૃષ્ણ પ્રેમ છે. આપણે ભગવાનને એક માધ્યમથી જોવો છે. જ્ઞાન અને વૈરાગથી જોવો હોય તો તે મહાદેવ છે. મહીનામ્ન સ્તોત્ર વિશે. અહી જ્ઞાનને વૈરાગ્યનું કવચ છે. @૭.૫૪મિન. યુગાન્ડામાં ટકાવારી નક્કી કરીને દેશથી એક કથાકારને બોલાવેલા અને પાછળથી ઊઠેલા પ્રશ્ન વિશે. જયારે શુકદેવજીએ પરિક્ષિતને ભાગવત સંભળાવેલી ત્યારે ટકાવારી નક્કી થઇ હતી? @૧૦.૫૬મિન. મહાદેવના સૌદર્ય વિશે.પરમેશ્વર એ બ્રહ્મ છે પણ જયારે તેને વૈરાગ્ય અને જ્ઞાન પ્રધાન જોવો હોય ત્યારે ભગવાન શિવનો આકાર આપી દીધો, એજ પ્રમાણે જયારે કર્તવ્ય પ્રધાન જોવો હોય ત્યારે વિષ્ણુ ભગવાનનો આકાર આપી દીધો. મહાદેવ અને ભષ્માસુરનું રૂપક અને માયાનું રૂપ વિશે. પરમેશ્વર એકજ છે છતાં આપણે તેના જુદા જુદા ગુણો અને ક્રિયામાંથી જુદી જુદી મૂર્તિઓ બનાવી. (more…)