શ્રીકૃષ્ણ (૪)

[ આપણા માંથી ઘણાબધાં લોકો પૌરાણિક વાતોને સત્ય માની ને ચાલતા હોય છે. પરમેશ્વર એ બ્રહ્મ છે પણ જયારે તેને વૈરાગ્ય અને જ્ઞાનપ્રધાન જોવો હોય ત્યારે ભગવાન શિવનો આકાર આપી દીધો, એજ પ્રમાણે જયારે કર્તવ્ય પ્રધાન જોવો હોય ત્યારે વિષ્ણુ ભગવાનનો આકાર આપી દીધો. કૃષ્ણ પ્રેમ છે. આવો આપણે આ જન્માષ્ટમી વખતે પૌરાણિક વાતોને વિવેકની આંખથી ફરીથી તપાસીને કૃષ્ણ એટલે શું એ ફરીથી સમજીએ. આવો માણીએ ATLANTA, Georgia માં કરેલું પ્રવચન. ]


listen – Side 4A

બુદ્ધ અને આમ્રપાલી ચાલુ… સહજાનંદ સ્વામી, જેતલપુરમાં એક સ્ત્રીએ કરેલી પાપની કબુલાત. પ્રસ્ચ્યાતાપ રૂપે અનાજ દળવાનું કામ સોપ્યું. @૪.૧૦મિન. શ્રીમદ ભાગવતની ઉત્થાનિકામાં વ્યાસને શાંતિ જોઈએ છે અને શાંતિ પ્રેમથી મળે છે. ભાગવતનું લક્ષ્ય વ્યક્તિમાં સાર્વજનિક પ્રેમ ઉત્પન્ન કરવાનું છે. રામાનંદ અને કબીર. ચૈતન્ય મહાપ્રભુનો ઉપદેશ. @૭.૫૩મિન. એક મિલના મેનેજરની વાત. @૧૦.૪૫મિન. પ્રેમનું પ્રાગટ્ય ક્યારે થાય? કૃષ્ણ કોણ છે? જ્યાં ને ત્યાંજ બેઠા બેઠા ૮૪ કોષની યાત્રા કેવી રીતે થાય? કંસે પૂતનાને નંદના ઘરે મોકલાવી. પૂતના માસી કેવી રીતે? @૨૧.૪૫ શક્તિઓ વિશે. પ્રેમને ઉત્પન્ન કરનારી દૈવી માયા, પ્રેમનું રક્ષાન કરનારી રાજસી માયા અને ભોગ પ્રદાયિની શક્તિ એટલે સ્તન ઉપર ઝેર ચોપડેલું છે અને તેથી સાધક એ તરફ વળ્યો તો તે પોતે ચૂસાઈ જાય અને એ તમારું સામર્થ્ય વધતું હોય ત્યારે આવે છે, તેમાં પાયમાલી છે. (more…)