રામાયણ તુલના-૧૦

લંડન, યુ.કે.

Side5B –

– “घर बाळे घर उगरे घर राखे घर जाय” બાળવાનો જુદો અર્થ છે, જેને ઘર રાખ્યા એ તો ખતમ થયા. ભામાષા અમર થઇ ગયા. મરી કોણ ગયા? માનસિંહ અને બીજા રજપૂતો મરી ગયા, જે દિલ્હીના દરબારમાં જઈને દીકરી આપી આવ્યા. એક સત્તાની ભૂખ છે. તમારી લાયકાત પ્રમાણે સત્તાની ખુરસી પર બેસો એમાં કઈ ખોટું નથી. એક ગાંધીજીજ એવા હતા, જેણે કોઈ પદ ન સ્વીકાર્યું. આ માણસ પાસે સત્તા ભૂખ, માન ભૂખ કે ધન ભૂખ ન હતાં. @1.57min. પાંચમી ભૂખ એ”વાસના” ભૂખ છે અને છઠ્ઠી ભૂખ પ્રેમ ભૂખ છે. વાસના તો નર્યો સ્વાર્થ છે જયારે પ્રેમ નર્યો પરમાર્થ છે. વાસના શરીરની આવશ્યકતા છે. એક સજ્જનની લોજમાં જમવા વિશેની વાત સાંભળો. દેવ જેવી પત્ની છે અને સારામાં સારી રસોઈ થાય છે તો લોજમાં જવાની શી જરૂર? (more…)