રામાયણ તુલના-૧૨

લંડન, યુ.કે.

Side6B –

– રામ લક્ષ્મણ અને વિશ્વામિત્ર આગળ ચાલ્યા અને મીથીલામાં જનક રાજાને ત્યાં સ્વયંવરમાં પહોંચ્યા.વાલ્મીકી રામાયણમાં સ્વયંવર નથી. વાલ્મીકી રામાયણમાં એવું વિધાન છે કે શિવ ધનુષ્યની પ્રત્યંચા (પણછ) ચઢાવવા માટે બધા રાજાઓને ભેગા કર્યા પણ કોઈ પ્રત્યંચા ચઢાવવાવાળો મળ્યો નહિ, એટલે રાજાઓ ઉશ્કેરાયા અને સીતાજીનું હરણ કરવા તૈયાર થયા એટલે પછી જનકે બધા રજાઓ સાથે યુદ્ધ કરી તેમને ભગાડ્યા. ત્યાર પછી એક વર્ષથી શિવ ધનુષ્ય પડ્યું છે પણ એને ચડાવનાર કોઈ મળ્યો નથી. તુલસી રામાયણમાં તત્કાળ સ્વયંવર છે. એટલે પહેલાં કન્યા સ્વયંવરના દ્વારા પણ પોતાના મુરતિયાને નક્કી કરતી હતી. કન્યાનું સમર્પિત જીવન છે અને એ આખી લગ્ન સંસ્થાનો આ પાયો છે. સમર્પણની તપસ્યા જામતાં જામતાં જામે એટલે વર પ્રત્યાર્પિત થાય અને પછી ઘરનો ચાર્જ આપી દે. જે સ્ત્રી, કન્યા સમર્પિત ન થઇ શકે તે કદી દામ્પત્યની સિદ્ધિ પ્રાપ્ત ન કરી શકે, ઉદાહરણ સાંભળો. (more…)