પ્રશ્નોત્તરી (મુંબઈ ચર્ચા)- ૭

[ નોંધ: અહિ સગવડતા પ્રમાણે અમુક સવાલોના જવાબો ટૂંકમાં લખ્યા છે, બાકીના તે તે મિનીટ પર જઇ સાંભળી સાંભળી લેવા. જવાબ પુરેપુરો સાંભળવાથી વધારે જાણકારી રહેશે. મને એવું લાગે છે કે સ્વામીજીએ બહુ તટસ્થ રહીને જવાબો આપ્યા છે. ]

મુંબઈ ચર્ચા

listen – Side 4A
@1.10min. પ્રશ્ન: લાંબો છે, અને તે વર્ણ વ્યવસ્થાનો તથા ૯૯% ગુરુઓ હિંદુ ધર્મને ઊંધે રવાડે ચઢાવી રહ્યા છે તે વિશે. જવાબ સાંભળી લેવો. @5.28min. જ્યાં સંમેલન ભરાય ત્યાં આપ જેવી વિભૂતિ જવી જોઈએ. જવાબ: મને ચીલા ચાલુ સભામાં કોઈ બોલાવતુંજ નથી. આ બધી સભાઓમાં પ્રજાને “हम महान है” એવું કહીને સતત ઘેનમાંજ રાખવામાં આવે છે. “जो महान है तो मर क्यों खाते हो?” @6.37min. કેટલાયે વર્ષોથી રાષ્ટ્રિય સ્વયં સેવક તેમાંથી નીકળેલું વિહિપ, બજરંગ દળ અને ભાજપ આ લોકો હિંદુઓ માટે કામ કરેછે તેમાં આપ સહમત છો કે કેમ? હા, આવી સંસ્થાઓની જરૂર છે. પરંતુ તેઓ સુધારવાની વાત નથી કરતા અને પોતાની કમજોરી તરફ ધ્યાન નથી આપતા. તેઓ બીજા ધર્મોને ગાળો દે છે તેમાં હું સહમત નથી. @10.25min. માનવીના જીવનમાં સફળતા કે નિષ્ફળતામાં પુરુષાર્થનો ફાળો સૌથી મોટો છે, પરંતુ પુરુષાર્થની સાથે સાથે પ્રારબ્ધનો કેટલો ફાળો? જવાબ: ઉદાહરણ, રેસ કોર્સમાં દરેક ઘોડાઓ તેની પૂરી શક્તિ થી દોડે છે, છતાં પહેલો નંબર એકજ ઘોડો લાવે છે, તો એ પુરુષાર્થથી લાવ્યો કે પ્રારબ્ધ થી? આમાં પુરુષાર્થજ મુખ્ય કારણ છે. ગીતાના અનુસંધાન સાથે આગળ જવાબ સાંભળી લેવો. ટૂંકમાં કોઈપણ કામ નિષ્ફળ થાય તો પ્રારબ્ધથી થયું છે એવું નહિ માનવું પણ પુરુષાર્થની કચાશથી થયું છે એમ સમજવું. @17.14min. (more…)