ભગવદ ગીતા – ૧
– Side A
Side 1A – BHAGAWAD GEETA – SAN JOSE CA, USA – શ્રીમદ ભગવદ ગીતની પ્રીષ્ટભૂમિ – પૂર્વભૂમિ – ભગવદ ગીતા, મહાભારતની કુક્ષીમાં આવેલું એક નાનું સરખું રત્ન છે. @4.21min. આવું યુદ્ધ થયું હતું કે કવિની કલ્પના છે કે વાસ્તવિકતા છે? આ મહાકાવ્યની અંદર આવેલા પાત્રો ઐતિહાસિક કે ઐતિહાસિક અને કાલ્પનિક મિશ્રિત કે ફક્ત કાલ્પનિક પાત્રો છે? ઘટનાના મૂળમાં એક પરિવારનો ઝગડો છે. @8.04min. અસંતોષના કારણે ભાગી છૂટવું એ પલાયનવાદ છે. પલાયનવાદ, કાયરતા, પરાક્રમ, ઉકેલ(મુત્સદ્દીગીરી) વિશે. @16.24min. બધાને દુશ્મન બનાવશો પણ કવિને બનાવશો નહિ તે કેમ? સાંભળો. @23.58min. ઓળખીતા એક ૫૫ વર્ષની ઉંમરના પટેલે કેવી રીતે ૧૭ પેઢીઓ બનાવી? તે સાંભળો. @30.44min. શાંતિ કોઈ દિવસ સ્થિર થઈને નથી આવતી. શાંતિથી વધારે રહેવા માંગનારનેજ વધારે અશાંતિ થતી હોય છે. જે માણસ અશાંતિની સામે ઝઝૂમે તેનેજ શાંતિ મળતી હોય છે. @32.45min. ભગવદ ગીતા તમને શિકાર બનતા સસલા બનાવવા નથી માંગતી પરંતુ સિંહ બનાવવા માંગે છે. @36.03min. ઊંચી મેડી તે મારા સંતની. સ્વામીજીનો ભિક્ષા માંગવા જવા વિશેનો અનુભવ. @49.22min. મેક્ષિકોની મુલાકાત અને હિંદુ સંસ્કૃતિ સાથે સરખામણી. (more…)