ભગવદ ગીતા – ૨
– Side A
જીવનનો રથ ત્રણ પાટા ઉપર ચાલતો હોય છે. સંપત્તિ, આપત્તિ અને વિપત્તિ. કોઈ દુઃખ વિનાની સંપત્તિ હોયજ નહિ. આપત્તિ એટલે જીવનમાં નાના મોટા દુઃખો. ઓચિંતું આઘાતજનક દુઃખ આવે તે વિપત્તિ. @3.40min. વિપત્તિનું ઉદાહરણ. યુધિષ્ઠિર- પાંડવોના જીવન પર પણ આવી વિપત્તિ આવી પડી. @9.40min. એક રૂપાળી કન્યાનું ઉદાહરણ સાંભળો, તમને જીવનમાં ઉપયોગી થશે. @12.58min. પરદેશથી જે મંદિરો તોડનારા આવ્યા તેમણે હજજારોની સંખ્યામાં ગુલામો પકડ્યા. મહંમદ ગઝની ૫૫૦૦૦ ગુલામો લઇ ગયો તેમાં પ્રતિષ્ઠિત લોકોની સ્ત્રીઓ, કન્યાઓ સહિત ગઝનીમાં ચાર ચાર આનામાં વેચ્યા. “કાનડદે રાસો” માં આ ગુલામોનું વર્ણન છે. પરદેશીઓને આક્રમણ કરવા બોલાવી લાવનારના ત્રણ નામો યાદ રાખજો. કાલીકાચાર્ય, વલ્લભીનો કાકુ વાણીયો અને ત્રીજો માધવમંત્રી. કાલીકાચાર્ય શકોને લઇ આવ્યો, કાકુ આરબ સરદારને લઇ આવી સમૃદ્ધ વલ્લભીનો નાશ કરાવ્યો. માધવમંત્રી અલાઉદ્દીન ખીલજી પાસે જઈને પાટણની રાણી કમલાદેવીના વખાણ કરી હુમલો કરાવ્યો. બે મહિના રહ્યો અને રુદ્ર માળ તોડ્યો અને કાનડદેનો બદલો લીધો. @18.39min. આપના સમાજની કરુણા સાંભળો, જે ગુલામો છૂટી ગયા તેનો હિંદુ પ્રજાએ સ્વીકાર ન કર્યો એજ આ વિરાવળની મુસ્લિમ પ્રજા હિન્દુઓને જીવવા નથી દેતી. @21.29min. દ્રૌપદીને ઘસડીને સભા વચ્ચે લઇ આવ્યા. @26.20min. અંગ્રેજોની પ્રમાણિકતા વિશે સાંભળો. દ્રોણ, કૃપાચાર્ય કેમ કશું બોલ્યા નહિ? રામાયણ સાથે તુલના. @31.38min. અંગ્રેજો ભારતમાં ૧૭૫ વર્ષ રહ્યા પરંતુ કદીપણ સુલતાનોની જેમ સ્ત્રીઓ માટે ન લડ્યા. તેઓની લડાઈ બુદ્ધિ પૂર્વકની, હેતુ પૂર્વકની હતી. કદી પણ બે અંગ્રેજો સામસામે ન લડ્યા. @37.00min. નિર્બલકો બલરામ @42.00min. કૃષ્ણને વહાલા છે? સૂક્ષ્મ જગત અને ટેલીપથી વિશે. @45.10min. ફિરોઝાબાદમાં એક નાસ્તિક માણસ કેવી રીતે આસ્તિક થયો તે સાંભળો. ભારતની ભાઈ-બહેનની સંસ્કૃતિ વિશે. (more…)