ભગવદ ગીતા – 3

listen – Side A
કથા સમાંર્થોનીજ હોય છે. સમર્થમાં સમર્થ માણસની જીન્દગી પણ એમના હાથમાં નથી હોતી. જીન્દગીના બધા સુત્રો આપણા હાથમાં નથી હોતા. ચાણક્યે લખ્યું છે કે વજ્રથી કઠોર અને ફૂલથી કોમળ તેવા મહાપુરુષોના ચિત્તને કોણ સમજી શકે? કઠોર થવાની જગ્યાએ જે કોમળ થાય અને કોમળ થવાની જગ્યાએ જે કઠોર થાય તે માણસ જીવન હારી જતો હોય છે. @5.09min. જીવન એક પ્રવાહ છે. બે પ્રકારના પુરુષો, નહેર જેવા અને નદી જેવા વિશે સાંભળો. @12.29min. પાંડવોનું ગુપ્ત્વાસનું છેલ્લું વર્ષ અને પકડાઈ ગયા. વિવાદસ્પદ પંચાંગ અને તેના પરિણામો વિશે સાંભળો. ઈશ્વર ઉપર દ્રઢ નિષ્ઠા એજ ચોઘડિયું છે. ચોઘડિયા જોવા એ એક વહેમ છે. જેનાથી ભય પેદા થાય તે વહેમ છે અને બળ પેદા થાય એ શ્રદ્ધા છે. @21.૪૪મિન. અમેરિકામાં વર્ષોથી રહેતા લોકો બાધા ઉતારવા દેશ આવે છે, અમેરિકનો બાધા ઉતરાવે છે? પહેલાં બાધા શા માટે ઉતરાવતા તે સાંભળો. ભારતમાં દોઢ કરોડ માણસો માત્ર નડતર ધર્મની આજીવિકા ઉપર જીવે છે. @28.24min. આશ્રમની બાજુમાં એક ડોસીના ખેતરમાં નાગ બાપજી દેખાયા અને તે ડોસીએ ૩૫૦૦૦ રૂપિયાની વિધિ કરાવી. વનવાસનું ૧૩મુ વર્ષ ક્યારે પૂરું થયું તેનો વિવાદ અને તેમાંથી ઝગડો. ભાઈ, એ મોટામાં મોટો શત્રુ અને મોટામાં મોટો મિત્ર હોય છે. રામાયણનું ઉદાહરણ અને મહાભારત સાથે સરખામણી. ઘણા પ્રયત્નો પછી સમાધાન ન થયું. શ્રી કૃષ્ણે સમજાવવાના ઘણા પ્રયત્નો કર્યા પણ થયું નહિ. દ્રૌપદીએ કહ્યું તમે વિષ્ટિ કરવા જાવછો પણ મારા વાળને ભૂલશો નહિ. @38.18min. ઈતિહાસ તો પ્રતિજ્ઞાનો હોય છે, તેનું ઉદાહરણ સાંભળો. @43.03min. એક પાદરીએ લખેલું કૃષ્ણ અને ક્રાઈસ્ટ વિશેનું પુસ્તક. @45.oomin. વન ટ્રેક આઈનસ્તાઈન વિશે. શ્રી કૃષ્ણ ઓલ ટ્રેક છે. (more…)