ભગવદ ગીતા – ૯
– Side A
– શ્રીમદ ભગવદ ગીતા વિચારોનો ગ્રંથ છે, વિચારોનું શાસ્ત્ર છે, વિચારો જયારે સિદ્ધાંતમાં અને પછી આચારમાં બદલાતા હોય છે ત્યારે પ્રજાને તેના પરિણામ મળતા હોય છે. જે વિચારો સિદ્ધાંતમાં ન બદલાય તે દુર્બળ વિચારો છે અને જે સિદ્ધાંતો આચારમાં ન બદલાય તે વાંઝીયા સિદ્ધાંતો છે. ઋષિ શબ્દનો અર્થ. પ્રાચીનતા અને અર્વાચીનતા વિશે. @5.24min. વ્યક્તિ, સમાજ, ધર્મ અને રાષ્ટ્રના પ્રશ્નો ઉકેલતા ચિંતનના ભેદો વિશે. @6.43min. એક સજ્જનને મંદિરના બદલે સંડાસ બનાવી આપવાની સલાહ ન ગમી. એક મુગટની ઉપાસના કરવાવાળા સંપ્રદાયની વાત. @10.52min. મંદિરને નિર્ભય બનાવો. મસ્જિદમાંથી શું ચોરવાનું છે? છતાં આપણા કરતાં તેમાંથી વધારે શક્તિ ઉત્પન્ન થાય છે. ભારતની ગુલામીનું મૂળ સમૃદ્ધ મંદિરો છે. @13.00min. અમેરિકામાં મૃત્યુ પામેલી છોકરીની મા, સ્વામીજીને તેના ઘરેણા આપવા આવેલી તેને સલાહ. @17.28min. એક ગામમાં એક ત્યાગી મહાત્માની વાત સાંભળો. પૈસાની બાબતમાં અને વાસનાની બાબતમાં કોઈની ગેરંટી ન હોય. @22.30min. ભગવદ ગીતામાં ચાર પ્રકારના પ્રશ્નો છે અને એ ચારેચાર પ્રશ્નો ઉકેલવાનું સામર્થ્ય રાખે છે. પ્રશ્નોનું નામજ જીવન છે. @30.35min. દેશમાં બેકારી, ભૂખમરો કેમ છે? કારણ કે આપણે વ્યક્તિના પ્રશ્નો ઉકેલી ન શક્યા. હિંદુ પ્રજા જેટલું દાન કરે છે એટલું દુનિયાની કોઈ પ્રજા કરતી નથી. મુંબઈમાં ભિખારીઓ રોજના ૫૦૦ રૂપિયા કમાય છે, જગ્યા ખાલી કરવાના લાખો રૂપિયા માંગે છે. આપણે પૈસા અગ્નિમાં નાખ્યા, જૈનોએ પથરામાં નાંખ્યા, કયો પ્રશ્ન ઉકલ્યો? ગાંધીજીએ યગ્નોનું રૂપાંતર કર્યું. શિહોરમાં સહસ્ત્ર ચંડી યજ્ઞ અને કવિ શ્રી દુલા ભાયા કાગની હૈયાવરાળ. તમારું દાન પ્રશ્નો ઉકેલે છે? @37.56min. देशे काले च पात्रे च तद्दानं सात्विकं स्मृतं…(१७-२०) તમારું દાન દેશ કાળને જોઇને યોગ્ય પાત્રને આપવામાં આવે છે? એક જૈન સજ્જનની વાત. દક્ષિણ ભારતના મંદિરની મુલાકાત. @42.38min. અમે બધા એટલા બગડી ગયા છે કે અમારી જાતે અમારી મૂર્તિઓ ઘડી ઘડીને ભગવાનની જગ્યાએ મુકાવીએ છીએ. @45.09min. રામાયણ પ્રવચન અને એક પાદરી બેસે તે વિશે.રસ્તે રખડતા ૨૪૦ હિન્દુઓના છોકરાંઓને તેમની ચર્ચમાં લાવી નવડાવી, ભણાવી, નોકરીએ લગાવી અને પરણાવીએ છીએ. આપણે પ્રશ્નો ઉકેલવાનું ચિંતન ન પચાવી શક્યા. (more…)