ભગવદ ગીતા – ૧૨
– Side A
શ્રીમદ ભગવદ ભગવદ ગીતા અશુદ્ધમાં અશુદ્ધ જીવનને પરમ શુદ્ધ કરનાર ગંગા જેવો પવિત્ર ગ્રંથ છે. શુદ્ધિ-અશુદ્ધિ, પવિત્રતા-અપવિત્રતા વિશે. પ્રત્યેક જગ્યા, પ્રત્યેક વસ્તુ કોઈની અપેક્ષાએ પવિત્ર અને બીજા કોઈની અપેક્ષાએ અપવિત્ર છે. દુર્ગંધ મારતી ગટર આપણા માટે અપવિત્ર છે પરંતુ તેમાં રહેતી જીવાત માટે પવિત્ર છે. ઈશ્વરની રચનાજ એવી છે કે એકનું ઝેર બીજાને માટે અમૃત થાય છે. @3.00min. જે ઘડાયેલું ન હોય અને સ્વયમ સ્થાપિત હોય તેને આપણે સ્વયમભૂ કહીએ છીએ. કબીર સ્વયમભૂ છે. રામતીર્થ: કેટલીક વાર મૂર્ખામી એ પરમ જ્ઞાન બનતું હોય છે અને પરમ જ્ઞાન મૂર્ખામી બનતું હોય છે. @6.00min. “खुदा हम खानाबदोशोकी करे खुद खानसामानी, नया रोजा नया दरवा नया मंजिल नया पानी.એક ભૂખ્યા સાધુ વિશે(સ્વામીજીનો અનુભવ). ઉદાહરણ: નાના માણસો બહું મોટા હોય છે અને મોટા માણસો બહું નાના હોય છે. શ્રી મદ રાજચંદ્રને ગુરૂ ન હતા @10.26min. સ્વામીજી કહે છે અમે કંઠી બાંધતા નથી પણ બાંધી હોય તો છોડાવીએ છીએ કેમકે આપણા પ્રાચીન ધર્મમમાં કંઠી બાંધવા વિશે કોઈ વાત નથી. પવિત્રતા-અપવિત્રતા. છોકરાંઓની રાગ-દ્વેષ વિનાની પરમહંસ દશા વિશે. બુલ્લેશાની કાફીઓ. સંત તુકારામ. @15.30min. ભગવદ ગીતાનો વ્યહવારિક માર્ગ: પ્રત્યેક કર્મ અશુદ્ધ છે, કારણકે
કર્મનું મૂળ વાસના છે અને તે વાસના સ્વાર્થ સાથે જોડાયેલી હોય છે. ત્યાગમાં પણ સ્વાર્થ હોય છે. એટલે કર્મ માત્ર અશુધ્ધ હોય છે. તો તેની શુદ્ધિ કેવી રીતે થાય છે? શુદ્ધિ કરનારા તત્વનું નામ છે “ભક્તિ” કર્મની ગુંચવણને જ્ઞાન દૂર કરે છે. @17.24min. વિવેકાનંદની પક્ષીના ઉદાહરણ દ્વારા કર્મ, ઉપાસના(ભક્તિ) અને જ્ઞાન વિશે સમજણ. વખાણ સાંભળવાની વાસના વિશે. @20.03min. “नास्ति बुद्धिरयुक्तस्य….सुखं…(२-६६). ઇન્દ્રિયોના સુખ ભોગવવાની ઈચ્છા વાસના છે પરંતુ લોક કલ્યાણનું કામ કરવાની ઈચ્છા તે ભાવના છે. આજસુધી હજ્જારો સ્ત્રીઓએ પુરુષોનો ઉદ્ધાર કર્યો પરંતુ અત્યાર સુધી એવો એક પુરુષ પાક્યો નથી કે જેણે બગડેલી, વંઠી ગયેલી સ્ત્રીનો ઉદ્ધાર કર્યો હોય. જાડેજા લોકોની અવદશા કેવી રીતે થઇ? તે વિશે. @26.13min. જેસલ-તોરલ વિશે. બુદ્ધ- ગુણિકા વિશે. @29.17min.अभयं….आर्जवम्:…(१६-१). બુદ્ધે બધાને માટે ખુલ્લા મુક્યા એટલે અડધી દુનિયામાં છવાઈ ગયા. આપણે દરવાજા બંધ કર્યા એટલે કુક-મંડૂક થઇ ગયા અને તેથી આપની દુર્દશા થઇ. @31.51min. સંસાર રામાયણ પુસ્તક અને સ્ત્રીની વિશેષતા વિશે. @35.27min. મૃત્યુથી બધાને બીક લાગે છે. એક જેલના ડોક્ટરની જાણવા જેવી વાત જેણે ૮૦૦ માણસોના મૃત્યુના સર્ટીફીકેટ લખેલા. તોરલે પાપ પ્રકાશિત કર્યું. @44.17min. મેક્ષિકોમા ચર્ચની મુલાકાત. કબીરનો દોહો: “निंदक नियरे राखिए आँगन कुटी छवाय, बिन सबु बिन पानीसे मेल हमारा जाय. @46.54min. યાત્રા કરવા ગયા ત્યાનો અનુભવ. જેસલ-તોરલનું દિવ્ય મૃત્યુ. (more…)