ગાંધર્વ વેદ-૩

[ ગાંધર્વ વેદ કહે છે કે લલિત કળામાં રસ રાખો, તમે થોડું સંગીત જાણો. તમને ગાતાં નહિ આવડે તો કંઈ નહિ પણ સાંભળી જાણો. થોડો ટાઇમ કાઢીને તમે સંગીત સાંભળો, થોડું સાહિત્ય વાંચો, કંઈક કલામાં રસ રાખો. ભર્તુહરીએ લખ્યું છે કે: “संगीतसाहित्य विहीन साक्षात् पशु: पुच्छ विषाण हित.સંગીત સાહિત્ય વિનાનો માણસ સક્ષાત પુંછડા અને શીંગડા વિનાનો બળદ છે.]

listen – Side A

કવિ અને કલાકાર(જુનાગઢ) – નરસિંહ મહેતાની ૫૦૦મી જન્મજયંતિ પ્રસંગે – જીવનના બે રૂપ – પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ વિશે સાંભળો. આપણે કાર્યને જોઈ શકીએ છીએ પરંતુ કારણને નથી બતાવી શકતા એ અંશમાં જીવન રહસ્યમય છે. ઉદાહરણો સાંભળો. @5.15min. જીવનના કેટલાયે તાણાંવાણાં આપણે જાણતા નથી, સમજતા નથી એટલે જીવન શોધવાની વસ્તુ છે. તમારું જીવન પ્લાન પ્રમાણે ચાલ્યું છે? સ્વામીજીનો તો આખો પ્લાનાજ ઊંધો કેવી રીતે વળી ગયો તે સાંભળો. આસ્તિક્તાનો બીજો કોઇ આધાર નથી, જો મારું મગજ એકેએક વાતનો નિવેડો લાવી શકતું હોત તો મારે ઈશ્વરને માનવાની જરૂર નથી. નરસિંહ મહેતા, નરસિંહ મહેતા કેમ થયા? કોઈએ બનાવ્યા? @9.47min. વ્યક્તિનું વ્યક્તિત્વ એટલે જીવનની કરોડરજ્જુ ને ઘડવાના પ્રેરક બળો સમજમાં આવે તો તમે તમારી આજુબાજુના બધાને ઓળખી શકશો. ઉદાહરણો: @10.49min. ઓળખીતા એક સજ્જનની વાત. @14.49min. એક બહેનની વાત (પુત્રીને સાસરે વળાવતી વખતે શું કહેવું?) જરૂર સાંભળો, જીવનમાં કામ આવશે. @21.22min. એક નાગર બ્રાહ્મણ બહેનની વાત. તમે નોટો ગણવામાં જેટલું ધ્યાન આપો એથી વધારે છોકરા સાચવવાનું ધ્યાન આપો. નોટો લુટાઈ જશે તો પાછી મળશે પરંતુ છોકરાંઓ લુંટાઈ જશે તો પોકે ને પોકે રડશો, કોઇ છાનું રાખવાવાળું પણ નહિ મળે. @25.50min. અમદાવાદના એક મિલ માલિકની પત્નીની વાત. મહેલ જેવું ઘર છોડીને ઝુંપડામાં કેમ ગઈ?. @33.23min. આઇનસ્ટાઇન વિશે. @34.58min. પેટ અને બુદ્ધિ જયારે હૃદયમાં સમર્પિત થાય ત્યારે એક “કલાકાર” પેદા થાય છે, તે પછી તે કોઈપણ ક્ષેત્રનો કલાકાર હોય. @37.14min. એક સમારંભમાં શહનાઇ વગાડતા એક કલાકાર અને તેની કદર કરવા વિશે જરૂર સાંભળો. @39.22min. હૃદયમાં પેટ ભળે અને મસ્તિસ્ક પણ બે રીતે સમર્પિત થાય, પરમેશ્વર હાથ લગાડે એટલેકે મસ્તિસ્કની કઠોરતાને કાઢી નાંખે અને હૃદય તેના અંધાપાને દુર કરે પછી એમાંથી એક “સંત કવિ” પેદા થાય, એક નરસિંહ મહેતા મળે, પછી એમાંથી આપોઆપ સરસ્વતી નીકળવા માંડે. @41.37min. એક ડાયરાની વાત. @46.28min.નરસિંહ મહેતાના બધા ભજનો, પદો રસથી ભરેલા છે કારણકે નાભીમાંથી પરાવાણીથી નીકળેલા છે. નરસિંહ મહેતા કોઇ સાધુ નથી કે કોઇ ગાદીપતિના આચાર્ય નથી પણ સ્વયંભૂ સંત છે.
(more…)