સંસાર રામાયણ – ૧

listen – Side A

રામાયણ એક મહાકાવ્ય – ઊંઝા આશ્રમ – ઉપનિષદો, ભગવદ ગીતા, મહાભારાત, ભાગવત અને રામાયણ એમાં રામાયણમાં અને બીજા ગ્રંથોમાં શું ફરક છે? ઉપનિષદો અધ્યાત્મ ગ્રંથ છે. બ્રહ્મ-આત્માની ચર્ચા છે. પ્રૌઢ ઉંમરના માણસો માટે છે. મહાભારત આદી થી અંત સુધી ખટપટો ભરેલો સંસાર ગ્રંથ છે. ભગવદ ગીતા ગુમરાહ થયેલી વ્યક્તિ માટેનો ઉપદેશ ગ્રંથ છે. ભાગવત શૃંગાર પ્રધાન ભક્તિ ગ્રંથ છે. શૃંગારમાં મર્યાદા નથી હોતી. રામાયણ એ મહાકાવ્ય છે, મહાકાવ્ય હોવા છતાં એમાં વ્યક્તિઓના ચરિત્રો દ્વારા જીવનના ઉત્તમ આદેશો છે એટલે એ ધર્મગ્રંથ બન્યો છે. @5.14min. માણસ નીચે કેમ ઊતરે છે અને ઉપર કેમ, કયા કયા કારણોથી જાય છે એને દ્રષ્ટાંત સહિત પત્રોના દ્વારા રસપૂર્વક તમારી આગળ મૂકે એનું નામ મહાકાવ્ય.માણસ કુસંગથી નીચે જાય છે અને સત્સંગથી ઉપર આવે છે. આ મહાકાવ્ય નીચે ઊતરેલી વ્યક્તિને ઉપર ચઢાવવાનો પ્રયત્ન કરે છે. @8.34min. આ મહાકાવ્યમાં તમારા જીવનમાં, તમારા ઘરમાં, તમારા સમાજમાં આવનારા બધા પાત્રો એમાં છે.આ સંસારના પ્રશ્નોને ચાલનારો ગ્રંથ છે. સંસારનો મોટામાં મોટો પ્રશ્ન છે, સ્ત્રી-પુરુષોના સંબંધોનો. નર-નારીના દ્વૈત વિશે ભૌતિક ઉદાહરણોથી સમજણ. નર વિના માદા ન રહી શકે અને માદા વિના નર ન રહી શકે. આ પ્રબળ આકર્ષણ સૃષ્ટિ રચનારે મૂકી છે. જ્યાં સંસ્કૃતિ શરુ થાય ત્યાં દાંપત્ય શરુ થાય. @17.26min. સંસ્કૃતિએ પહેલું પગથીયું મૂક્યું લગ્ન સંસ્થા આઠ પ્રકારના લગ્ન વિશે સાંભળો. @24.17min. શકુંતલા-દુષ્યંતના ગાંધર્વ લગ્ન વિશે. પહેલી મુલાકાતમાજ શકુંતલા ગર્ભવતી બની જાય તો તે ટાઈમની કેવી સંસ્કૃતિ હશે? પ્રત્યેક પ્રેમ લગ્નમાં સહન કરવાનું છોકારીઓનેજ હોય છે. જે માં-બાપના નિયંત્રણમાં રહી લગ્ન કરે છે તેને બહું મોટી આંચ આવતી નથી. છોકરીને પિયરની બહું મોટી હિંમત હોય છે. આ મહાકાવ્ય છે, એ એવી લગ્ન સંસ્થા ઊભી કરવા માંગે છે કે જેમાં પતિ અને પત્નીનું કલ્યાણ થાય અને બંનેના માં-બાપોનો આશીર્વાદ હોય, વડીલોનું કવચ હોય. @33.53min. ચરોતરમાં ખાનદાનીનું દુષણ સાંભળો અમેરિકાથી આવેલા છોકરાની સાચી બનેલી ઘટના.@37.56min. જનકની સ્વયંવરની રચના.તુલસીદાસનું સ્વયંવરનું વર્ણન અને વાલ્મીકી વચ્ચે ઘણો તફાવત છે. તુલસીદાસ પાસે ગજબના સાહિત્યના સ્ટેટમેન્ટ છે. @45.00min. અમેરિકાનો અનુભવ. (more…)