ભારતની લોકશાહીના ભયસ્થાનો

[ મે ૧, ૧૯૬૦ ગુજરાત સ્થાપના દિનના બાવન વર્ષ પૂરા કરી, ત્રેપનમાં વર્ષમાં જાહો-જલાલી સાથે, જોર-જોશથી પ્રવેશ કરતા ગુજરાતને, ગુજરાત સરકારને અને દેશ પરદેશમાં રહેતા દરેક ગુજરાતી ભાઇ-બહેનોને સ્વામીજી તરફથી અભિનંદન. – સ્વામી સચ્ચિદાનંદ, દંતાલી, ગુજરાત.]

ભારતની લોકશાહીના ભયસ્થાનો – અમદાવાદ યુનીવર્સીટી સેનેટ હોલ


listen – Side A
– શરૂઆતમાં ઉદઘોષકનું પ્રવચન – @6.34min. પ્રવચનની શરૂઆત – પ્રજા જીવનના તમામે તમામ સુખનું મૂળ શ્રોત રાષ્ટ્રિય આબાદી છે. પ્રજાને ધર્મનું, સંસ્કૃતિનું, અધ્યાત્મનું, રોજી-રોટીનું અને આવશ્યકતાઓનું કેન્દ્ર રાજકીય સુખ છે. પ્રજાને જો રાજકીય ક્ષેત્રની ઉપેક્ષા, ઘ્રણા કરાવવામાં, નફરત ઊભી કરવામાં આવે તો પ્રજા ત્યાગી, વૈરાગી કે આધ્યાત્મિકતા વધારનારી થાય પણ રાજકીય સ્થિતિ બગડતી જાય. એક પ્રાચીન કહેવત “તપેશ્વરીથી, રાજેશ્વરીથી નરકેશ્વરી.” મતલબકે તપ કરીને નરકેજ જવાનું હોય તો તપ કરવાની જરૂર શી? ઋષિ માર્ગ કર્તવ્ય ઉપર ભાર મૂકતો આવ્યો છે જ્યારે સધુમાર્ગ ત્યાગ વૈરાગ્ય પર ભાર મૂકે છે. કોઈપણ સ્તિથીમાં આદર્શ થવું એ કર્તવ્ય માર્ગ છે. ત્યાગ અને વૈરાગ્ય કર્તવ્યમાં પૂરક થાય તો ખોટું નથી. @13.25min.રાજકીય ક્ષેત્રમાં ભગવદ ગીતા દીવાદાંડી સમાન ગ્રંથ છે, જેનો નાયક યુદ્ધના રાજકારણમાંથી ભાગી જવા માંગે છે. શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કે તારે યુદ્ધ કરવુજ પડશે. જો યુદ્ધ નહિ કરવામાં આવે તો પાંડવોના હક્કો ડૂબી જશે અને હજ્જારો દ્રૌપદીઓના ચીરો ખેંચાશે. આપણે ત્યાં જે અડધો ટકો બહારની પ્રજા આવી તે બધાએ મન ફાવે તેમ વર્ષો સુધી રાજ કર્યું, એનું મૂળ કારણ ૯૯૧/૨% પ્રજા રાજકીય ક્ષેત્રની જાગ્રતિ રાખતી નહિ. એમાંથી ઘણા આત્માને જાણનારા, કુંડળી જગાડનારા, પાણીપર ચાલનારા, ૧૦૦ માણસોની રસોઇ ૫૦૦ માણસોને જમાડનારા થયા, એ વાત જુદી છે કે બંગાળમાં દુકાળ પડ્યો હોય અને કરોડ લોકો પગ ઘસી ઘસીને મરી જાય પણ કોઈ ગુરુ ત્યાં ગયો નહિ. @19.47min. ગ્રીક પુરાણ રાક્ષસના ઉદાહરથી ઉપદેશ આપે છે કે જેનો પગ ધરતી સાથે સંબંધ હોય તે પ્રજા મરતી નથી પરંતુ જે પ્રજા ઉપરના કાલ્પનિક જીવનમાં ઉડવા લાગે છે તે પ્રજા પોતે પોતાની મેળે મટી જતી હોય છે. આપણને ધરતી ન ગમી અને આકાશમાં ઉડવા લાગ્યા અને પછડાયા, પ્રજા ભિખારી, ગુલામ અને કંગાળ બની. પછી આ દેશે કરવટ બદલી અને તેનો મોટામાં મોટો યશ અંગ્રેજોને છે. આઝાદીના મૂળ અંગ્રેજોમાં છે તે સાંભળો. @25.30min. (more…)