ગાંધર્વ વેદ-૫

[ ગાંધર્વ વેદ કહે છે કે લલિત કળામાં રસ રાખો, તમે થોડું સંગીત જાણો. તમને ગાતાં નહિ આવડે તો કંઈ નહિ પણ સાંભળી જાણો. થોડો ટાઇમ કાઢીને તમે સંગીત સાંભળો, થોડું સાહિત્ય વાંચો, કંઈક કલામાં રસ રાખો. ભર્તુહરીએ લખ્યું છે કે: “संगीतसाहित्य विहीन साक्षात् पशु: पुच्छ विषाण हित.સંગીત સાહિત્ય વિનાનો માણસ સક્ષાત પુંછડા અને શીંગડા વિનાનો બળદ છે.]

કલમની શક્તિ-પાલનપુર

– કોઈપણ ધર્મની સફળતા કે નિષ્ફળતા માપવી હોય તો એકજ માપ છે કે વ્યક્તિ શક્તિશાળી બને છે કે દુર્બળ બને છે? ધર્મનું પરિણામ છે શક્તિની ઉત્પત્તિ. આ માતાજીનું ચિત્ર શક્તિનું પ્રતિક છે. “અલ્લ” શબ્દનો ઉપયોગ વર્ષો પહેલા પાણિનીએ કર્યો હતો., એનું ફારસી રૂપ થયું “અલ્લાહ” એટલે આમ અલ્લાહ અને અંબાજી એકજ છે. આ સુપર શક્તિ છે, એને હાથ નથી, પગ નથી, આંખ નથી, કાન નથી અને કશું ન હોવાથી પણ સર્વ સમર્થ છે. હિંદુ ધર્મમાં અલ્લાહને “માં” બનાવી દીધી કારણકે માંના ખોળામાં બાળકને જે શાંતિ અને નિર્ભયતા મળે તે બાપના ખોળામાં નહિ મળે. @5.56min. “त्वमेव माता पिता….देव देव. પ્રભુ તું માં છે, પિતા છે, બંધુ છે, મિત્ર છે. જ્યારે સાડી પહેરવો ત્યારે માતાજી થઇ જાય, વાઘા પહેરવો ત્યારે વિષ્ણુ થઇ જાય, રાખ ચોળી આપો તો ભોલેનાથ શંકર થઇ જાય, પણ મૂળ તત્વ સુપર પાવર એકજ છે. હિંદુ પ્રજા એને અનેક રૂપમાં અને અનેક નામમાં ઉપાસના કરે છે એટલે ઝનૂની થતી નથી.મને અહી આનંદ થાય છે કે એક સૈયદ એક મુસ્લિમ સંપાદક હોવા છતાં અંબાજી માતાનું ચિત્ર મુક્યું છે, દીવો પ્રગટાવ્યો છે અને એટલાજ પ્રેમથી હાથ જોડે છે, આથી વધારે ધાર્મિક એકતા ક્યાં જોવા મળશે? @8.35min. શક્તિ ચાર ભાગમાં વહેચાયેલી છે. લોક શક્તિ, ધન શક્તિ, શસ્ત્ર શક્તિ ઉદાહરણ સાથે અહીંથી સાંભળી લેવી. @11.04min. ભાઈ શ્રી સૈઇદે “વંદે માતરમ” ની ભલામણ કરી છે, મુસ્લિમોની ગેરસમજ અને વંદે માતરમનો અર્થ સમજો. (more…)