સંસાર રામાયણ – ૨
કર્તવ્ય કથા રામાયણ – ઊંઝા આશ્રમ
– આજે જ્યારે “રામ ચરિત માનસ” બહુ મોટા પ્રમાણમાં થાય છે અને વાલ્મિકી રામાયણ જ્યારે લગભગ ભૂલવા લાગ્યું છે ત્યારે વાલ્મિકી રામાયણની કથા કરવાનો હેતુ શું છે? તે સાંભળો. રામાયણમાં ડગલે અને પગલે કર્તવ્યની પ્રધાનતા છે. પ્રજા મહાન ક્યારે બની શકે? જ્યારે એને વારંવાર કર્તવ્ય સમજાવવામાં આવે ત્યારે. કથાઓના ચાર રૂપ – કર્તવ્યની પ્રધાનતા, વૈરાગ્યની પ્રધાનતા, વ્યક્તિની પ્રધાનતા અને તુક્કાઓની પ્રધાનતા.આ ચાર કથાઓમાંથી આજે કઈ કર્થાઓ થઇ રહી છે તેનો નિર્ણય તમારે કરવાનો છે તે હવે સાંભળો. @4.37min. ઈશ્વર તમારી સાથે છે પણ ઈશ્વરના દર્શન કર્તવ્યના માધ્યમથી થાય છે. કર્તવ્ય કથા ન્યૂન થઇ અને વૈરાગ્યની કથા આવી. જો વૈરાગ્યની કથાનું પ્રમાણ સતત વધારી દેવામાં આવે તો તમે ત્યાગીઓતો પેદા કરી શકો પણ સિકંદર, નેપોલિયન જેવા સાહસિક વીરો પેદા ન કરી શકો. વૈરાગ્યની જીવનમાં જરૂર છે પણ કર્તવ્ય કરવા માટે, છોડાવવા માટે નહિ. જો વૈરાગ્ય કર્તવ્યને છોડાવે તો વૈરાગ્ય, વૈરાગ્ય ન રહે પરંતુ અર્જુન જેવો વિષાદ થઇ જાય. આ વૈરાગ્યમાં કર્તવ્ય ભ્રષ્ટતા છે તે ઉદાહરણ સહિત સાંભળો..@9.37min. વ્યક્તિ કથા – જે વ્યક્તિ બેઠો હોય, હાજર હોય તેની જયજયકાર તેની રૂબરૂ કરવામાં આવે એનાથી દેશ ઊંચો ન આવે પણ દેશ વ્યક્તિ પૂજક બને. ભગવાનની જગ્યાએ એમના ફોટો હોય તથા એમના ચમત્કારની કથા હોય અને ત્યાં વ્યક્તિ પુજકોના ટોળેટોળાં ઊભરાય. ભગવાન ગાયબ થઇ જાય અને આવા વ્યક્તિ પૂજકોનો પૂરેપૂરો ગેરલાભ ઊઠાવાય. @13.45min. તુક્કા કથા – જેમાં કંઈ ઘટેજ નહિ, બૌધિકતા નથી, લોજીકલ વાતો નથી, સમાજના પ્રશ્નો નથી માત્ર તુક્કાજ તુક્કા. આવા તુક્કા સંભળાવનારા અંધશ્રદ્ધાળુઓ પેદા કરતા હોય છે. એનાથી પ્રજાનું કલ્યાણ થતું નથી. (more…)