ગાંધર્વ વેદ-૬

[ ગાંધર્વ વેદ કહે છે કે લલિત કળામાં રસ રાખો, તમે થોડું સંગીત જાણો. તમને ગાતાં નહિ આવડે તો કંઈ નહિ પણ સાંભળી જાણો. થોડો ટાઇમ કાઢીને તમે સંગીત સાંભળો, થોડું સાહિત્ય વાંચો, કંઈક કલામાં રસ રાખો. ભર્તુહરીએ લખ્યું છે કે: “संगीतसाहित्य विहीन साक्षात् पशु: पुच्छ विषाण हित.સંગીત સાહિત્ય વિનાનો માણસ સક્ષાત પુંછડા અને શીંગડા વિનાનો બળદ છે.]

ધ્રોલ – કન્યાશાળા – ધર્મની સરળ વ્યાખ્યા

Side A –
-સરસ્વતી કોણ છે? ધર્મ સનાતન છે. શાસ્ત્રથી સમજાતો હોય છે. જેમ બંધારણ વિના રાષ્ટ્રની કલ્પના ન કરી શકાય તેમ શાસ્ત્ર વિના ધર્મની કલ્પના ન કરી શકાય. શાસ્ત્ર વ્યાખ્યેય હોય છે. વ્યાખ્યા સનાતન નથી હોતી અને સમયની સાથે ચાલતી હોય છે. વ્યાખ્યા કરનાર યુગદ્રષ્ટા હોવો જોઇએ. સ્વામી વિવેકાનંદ યુગદ્રષ્ટા હતા. શાસ્ત્રની સાથે યુગનું જ્ઞાન હોવું જરૂરી છે અને તે વ્યાખ્યાને આધીન છે. @5.26min. આપણે સરસ્વતીની પૂજા કેમ કરીએ છીએ?તમારા બાળકોને તો ખબર હોવી જોઇએ. પરદેશમાં બહુ મોટો પ્રશ્ન ઊભો થયો છે, બાળકો પૂછે છે કે આ એલીફન્ટ ગોડ કોણ છે? આ મંકી ગોડ કોણ છે? ગોરા છોકરાઓ એમને પજવે છે અને જવાબ નહિ આપી શકાય એટલે શ્રદ્ધા છોડી નાખે છે. આજ વસ્તુ ભારતમાં થવાની છે. મુસ્લિમોને પણ આવોજ પ્રોબ્લેમ છે તે સાંભળો. @9.11min. જો રીસર્ચ કરવામાં આવે તો હિંદુ ધર્મમાં અદભૂત જ્ઞાન અને મેસેજ છે. ઇસ્લામ અને ક્રિશ્ચિઆનીતિની જેમજ આપણો એકેશ્વરવાદ છે. ઉપનિષદો કહે છે કે હે ભાઈઓ આ બધા દેવ-દેવીઓ છે, તે એકજ પરમાત્માના ક્રિયાત્મક રૂપો છે. ક્રિયા શક્તિ દ્વારા થતી હોય છે એટલે બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર સાથે એક એક શક્તિ મૂકી દીધી એટલે ભગવાન સજોડે બન્યો. @13.09min. જૈનોનો સિદ્ધાંત અને યાગ્ન્યવલ્ક્યનું ઋષિનું ઉદાહરણ. અમારા ઋષિઓ બધા પરણેલા છે. (more…)