મારો દેશ ભારત – ભારતીય ગુલામીના કારણો

ભારતીય ગુલામીના કારણો – સુરેન્દ્રનગર

Side A –

– C U Shah Hall ના ઉદ્દઘાટન પ્રસંગે.૧૯૭૫માં લંડનના સેમિનારની વિગતો. દરેક દેશે પોતાના ક્રીમ વર્ગનો સેમીનાર કરવો જોઈએ. રાષ્ટ્રનું ભવિષ્ય એમાં દેખાતું હોય છે. @3.36min.આપણે કેટલી ભાગવત સપ્તાહો કરીએ છીએ, કેટલા યજ્ઞો કરીએ છીએ, બીજી કથાઓ કરીએ છીએ, એનું મહત્વ એની જગ્યાએ છે, એમાં મોટેભાગે ભૂતકાળને જોવાનો હોય છે. તે એ રીતે જોવાનો હોય કે વર્તમાનમાં તમને બધું બગડી ગયેલુંજ દેખાય.આ બાબતે સાધુઓ હંમેશા બુમરાણ મચાવતા હોય છે.સેમિનારમાં દેશનો ક્રીમ વર્ગ દેશની સમસ્યાનો વિચાર કરવા ભેગો થાય છે. લંડનના સેમિનારનો વિષય હતો કે ૧૫મી શતાબ્દીમાં આખી દુનિયામાં રાજકીય કોલોની બનાવવાનું પરિવર્તન શરુ થયું, એમાં દુનિયાની ચાર પ્રજાઓમાં એટલેકે કાળી, પીળી, ઘઉંવર્ણી અને ગોરી પ્રજાઓમાં કેમ ગોરી પ્રજએજ કોલોનીની સ્થાપના કરી, બીજીએ કેમ ન કરી? તેના કારણો જાણો. કાળી પ્રજાનો કોઈ ક્લાસજ ન હતો, પીળી પ્રજા સંતોષ પામી બેસી રહી. શકો, હુણો, શીથીયનો અને મોન્ગોલો મૂળમાં ચાઈનાના કોઈ ભાગમાંથી નીકળી ભારતમાં આવી ભળી ગયા. ઘઉંવર્ણી પ્રજા આરબોથી માંડીને ભારત સુધીની પ્રજાએ કેમ કોલોની ન સ્થાપી? @8.25min. એમની તારવણી એવી છે કે ઘઉંવર્ણી પ્રજામાં આરબો ધર્મ ઝનૂની હતા. કોઈપણ ઝનૂન વિસ્ફોટ કરી શકે પણ સ્થાયિત્વ ન લાવી શકે. સ્થાયિત્વ કલમથીજ આવે. તમેતલવારથી લોકોના માથા તો નમાવી શકો પણ મન ન નમાવી શકો. ૧૦૦ વર્ષમાં અડધું યુરોપ લીલા રંગે રંગી નાખ્યું અને પછી પડતી શરુ થઇ તેનું કારણ છે “ધર્મ ઝનૂન” એટલે કોલોની ન સ્થાપી શકી. ભારતની પ્રજા કેમ કોલોની ન સ્થાપી શકી? (more…)