સંસાર રામાયણ – ૫
રામાયણના સ્ત્રી પાત્રો, શ્રેય અને પ્રેય
Side A –
રામાયણની અંદર આવેલા જે સ્ત્રી પત્રો છે તેની એકે એકની વિશેષતા છે. વિવિધતાના કારણેજ એમાં કવ્યતા આવી છે. સ્ત્રીના ચાર ભેદ – કુમારી, સધવા, ત્યકતા અને વિધવા. આ ચાર અવસ્થાઓમાં જે સ્ત્રી ફીટ ન થઇ શકી તેને માટે બીજી પેરેલલ બીજી બે વ્યવસ્થા છે, એક ઉપરની અને એક નીચેની. ઉપરની અવસ્થામાં તે સ્ત્રી તપસ્વિની, સાધ્વી કે વિદુષી બને. નીચેની અવસ્થામાં ચાલી જાય તો નર્તકી, ગુનીકા કે વેશ્યા બને. @3.32min. પહેલી – સ્ત્રીની કુમારાવસ્થા માતાના દ્વારા છે. સ્ત્રીને સ્ત્રીજ સમજી શકે.સ્ત્રીનું રક્ષણ પણ સ્ત્રીજ કરી શકે. “નાની ઉંમરમાં બાપ મારજો પણ માં મારશો નહિ. માંજ સંસ્કાર આપી શકે. @4.45min. એક ગામની ઘટેલી ઘટના સાંભળો. એક ૧૩-૧૪ વર્ષની છોકરી કેમ મરી ગઈ, તે સાંભળો. એક જર્મનીથી આવેલી બહેન વિશે તથા જીસસના સમયની પણ વાત સાંભળો. @12.37min. માં, દીકરીની કુમાંરાવાસ્થાનું ઢાંકણ છે. (બીજી) પછી એ સધવા બને એટલે મર્યાદામાં આવી જાય. સારો, ડાહ્યો, પ્રેમાળ પતિ મળે એટલે સધવાપણું ધન્ય થઇ ગયું. @15.24min. ત્રીજી – જિંદગી સોએ સો ટકા અનુકુળ હોતી નથી. જેને ૯૦-૯૫ ટકા વિરોધ હોય એવી સ્ત્રીઓ ત્યકતા થઇ જાય છે. ચોથી – વિધવા. પુરુષ પહેલાં જાય તે સારું કેમ, તે સાંભળો. @17.34min. હવે માનો કે કુમારાવસ્થામાં ચારે તરફથી દુઃખી થયેલી સ્ત્રીઓના દાખલાઓ મળે અને સંત મળે એટલે સાધ્વી થવાનું મન થાય. જુનાગઢમાં સ્પેનની એક ગોરી બહેન જયારે વીસ વર્ષની હતી ત્યારથી રક્તપીતીયાની સેવા કરે છે. દર્દીઓના ઘા પોતાના હાથે ધુવે છે. આપણી કામે રાખેલી સ્ત્રીઓ તે દર્દીઓને હાથ પણ લગાવતી નથી. આ માનવતાનું તાપ છે. ઉપરની લાઈનમાં જે સ્ત્રી ન ગોઠવાય તે નીચે પડે અને ધકેલાતી ધકેલાતી છેક નીચે ગોઠવાય જાય. (more…)