સંસાર રામાયણ – ૬

સંસારનું દર્પણ રામાયણ – ઊંઝા આશ્રમ

Side A –

– રામાયણ સંસારનું દર્પણ છે અને સંસાર રામાયણનું દર્પણ છે, એટલે આપણે ત્યાં એક પ્રચલિત કહેવત છે કે “અમારા ઘરમાં રામાયણ થઇ છે.” @3.10min. રામાયણમાં તમારા જીવનની છાયા છે. તમારો, તમારા ઘરનો, તમારા સંસારનો ચહેરો છે. સંસાર શું છે તે આગળ સાંભળો. જેમ દરિયાનો કિનારો ન દેખાય એમ સંસારી માણસને સંસારના પ્રશ્નોનો કિનારો ન દેખાય એટલે કહેવામાં આવ્યું છે કે સંસાર સાગર જેવો છે. જે માણસનો પગ પકડી અને જબરજસ્તી ગળી જાય એનું નામ મગરમચ્છ છે. ઋષિઓએ-શાસ્ત્રોએ કહ્યું છે કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ઈર્ષ્યા વિગેરે કેટલો મોટો મગરનો પરિવાર છે કે ભીમ જેવા બહાદુર માણસોને પણ પકડી જાય છે. @7.20min. સમુદ્ર નખ-શીખ ખારો છે. ખારાશનું મૂળ છે લાગણીઓ. લાગણીઓના બે માધ્યમ છે, હર્ષ અને શોક. એના હજાર હજાર મૂખ છે.ભગવાન ક્રીશ્ને જેમ પેલા કાળી નાગને નાથ્યો હતો તે બીજો કોઈ નથી એ મારા તમારા સૌના અંદર બેઠેલો કાળી નાગ છે. એને હજાર ફણો છે. આ જે લાગણીના બે મૂખ્ય માધ્યમ છે તે રાગ અને દ્વેષ. (more…)