રામાયણ એક મહાકાવ્ય-૨
રામાયણ એક મહાકાવ્ય – ઊંઝા આશ્રમ
Side B –
– રામ નીચી નજર નાંખીને ધનુષ્યની નજદીક જઈ રહ્યા છે. સીતાજી અધ્ધર શ્વાસે જોઈ રહ્યાં છે. સીતાજી, માં ગૌરીને પ્રાર્થના કરે છે. “मन ज्यांहि राच्यो मिलही सोई वर सहज सुन्दर श्यामळो” ધનુષ્ય પાસે રામ ઊભા રહ્યા છે અને ક્યારે રામે ધનુષ્યની પણછ ચઢાવી ઊભા થયા અને ક્યારે ઊંચું કર્યું અને તેના બે ટુકડા થઇ ગયા તે કોઈને ખબર પડી નહિ. વિજયનો ઉન્માદ ચઢ્યા વગર રામ ધીમે ધીમે ચાલીને પોતાની જગ્યાએ પહોંચી ગયા. તુલસી એક આદર્શ પાત્ર મુકે છે કે શક્તિ છે, સામર્થ્ય છે, વરનારો આજ છે, પણ એનામાં ઉછાછળાપણું નથી. એમાં ધીરજ છે, સમુદ્રની જેમ ગંભીરતા છે. રામ વિશ્વામિત્રને પગે લાગ્યા કહ્યું, “ગુરુજી આપની કૃપાથી” લક્ષ્મણને બહું આનંદ છે અને જનકને પણ આનંદ છે અને સીતાના આનંદનો કોઈ પાર નથી. જરા આપણી સંસ્કૃતિને સમજજો, પશ્ચિમમાં જે લગ્ન થાય છે, ત્યાં એક બીજાને વીંટી પહેરાવે છે અને આપણે ત્યાં વરમાળા પહેરાવે છે, આ કન્યામાળા નથી, એની પાછળ એવો સંદેશ છે કે કન્યાનું જીવન સમર્પિત છે. @4.29min. કન્યા અને શિષ્ય બંનેનું સમર્પિત જીવન છે. સમર્પિત થયેલા એવા શિષ્યનું ઉદાહરણ સાંભળો. આ કાન ફૂંકનારા અને કંઠી પહેરાવનારા ગુરુની વાત નથી. એ પ્રથાએ આ દેશને બહું નુકશાન કર્યું છે. એક બીજા ગુરુ અને આળસુ ચેલાઓની વાત સાંભળો. (more…)