આસ્તિકતા અને પ્રજાનું ઘડતર

આસ્તિકતા અને પ્રજાનું ઘડતર – ગોંડલ

Side A –

– સ્વામીજીના પ્રિય લેખક ગુણવંતભાઈ શાહ, શૂન્યમાંથી સર્જન કરનાર ઓધવજીભાઈ પટેલ, ગોંડલના નગરપતિ અને ભગવત ગોમંડળના પ્રકાશક ગોપાળભાઇ તથા પ્રવીણભાઈ જેવા મહાનુભાવો સમક્ષ પ્રવચન. @2.35min. પ્રજા જીવનની સાથે કેટલીક ધારાઓ ચાલતી હોય છે અને એ ધારાઓમાંથી પ્રજાનું ઘડતર થતું હોય છે અને એમાંથી સમગ્ર પ્રજાનું વ્યક્તિત્વ ઊભું થતું હોય છે. આ ધર્મની ધારાઓ છે. જે લોકોએ ધર્મનો નાશ કર્યો કે જ્યાં ધર્મનું અસ્તિત્વજ ન રહેવા દીધું ત્યાં પણ કોઈને કોઈ પ્રકારની ધર્મની ધારાઓ ચાલતીજ હોય છે. ચાઈનામાં હવે લોકો માળા ફેરવતા દેખાય છે. જાપના પર પ્રતિબંધ મૂકનારા થાક્યા અને હાર્યા છે. યાદ રાખો નાસ્તિકતા કદી જીતી નથી કે જીતવાની નથી કારણકે નાસ્તિક્તાની પાસે નકાર સિવાય બીજું કશું હોતું નથી. (more…)