કન્યા અને શિક્ષણ
કન્યા અને શિક્ષણ – ઉનાવા
Side B –
– સ્ત્રી અને પુરુષના સંપર્કની મર્યાદા કેટલી રાખવી જોઈએ? એક સૃષ્ટિ પમેશ્વરે અને બીજી સૃષ્ટિ આપણે બનાવી છે. પરમેશ્વરે સ્ત્રી-પુરુષની સૃષ્ટિ બનાવી દીધી માણસ સિવાયની તમામ જાતિઓ આજે પણ એજ પરિસ્થિતિમાં છે. ફક્ત માણસમાં પરિવર્તન આવ્યું. @2.52min. માણસની ઉપર સુખી થવાના કે દુખી થવાના પ્રસંગો, સ્ત્રી-પુરુષોના સંબંધમાંથી પેદા થતા હોય છે. સ્ત્રીએ શા માટે ભણવું જોઈએ, કેટલું અને ક્યા સુધી ભણવું જોઈએ? જેટલું પુરુષ ભણે એટલું સ્ત્રીએ શા માટે ભણવું જોઈએ? @5.24min. એક વૃદ્ધ પુરુષ આશ્રમમાં આવ્યા. દીકરો વહુ બંને નોકરી કરે છે, પછી શું થયું? તે સાંભળો. @9.24min. સ્ત્રીઓ નોકરી કરે એનો હું વિરોધી નથી જેનું ઘર ચાલી ન શકતું હોય, કોઈ બીજો આશરો, આધાર ન હોય તે ભલે નોકરી કરે પણ જે ઘરમાં પુરુષની આવક પર્યાપ્ત હોય, મબલખ કમાણી આવતી હોય અને તેવા સંજોગોમાં સ્ત્રીઓને નોકરી કરવા મોકલવામાં આવે તો લાભ કરતા હાનિ વધારે થશે. કારણકે એકલા પૈસાનું નામજ જીવન નથી. ભણતરનો અર્થ માત્ર નોકરી નથી. @12.29min. આ એક એવો દેશ છે, જેને પૂરેપૂરો ઊંધે રવાડે ચઢાવવામાં આવ્યો છે. હાઇસ્કુલ અને કોલેજમાં જ્યાં છોકરા-છોકરીઓને સાથે શિક્ષણ આપવામાં આવે છે, ત્યાં જઈને જુઓ કે શું ચાલી રહ્યું છે? @15.14min. ઈજીપ્તની સ્કૂલો વિશે. પ્રાથમિક શાળામાં ભેગાં અને હાઇસ્કુલમાં જુદા કરવાના. આપણે ત્યાં એનાથી ઊલટું કર્યું તે બરાબર નથી. @20.50min. (more…)