પતંજલિ યોગ સુત્ર – ૧

[ પતંજલિ યોગસૂત્રમાં ઈશ્વરની શરણાગતિ સ્વીકારવાનું કહ્યું છે. “ईश्वर प्रणिधानाद्वा” પતંજલિ ઈશ્વરવાદી છે. અનીશ્વરવાદી નથી. તેમનો રાજયોગ છે. હઠયોગ નથી. તેમાં કુદરત-વિરોધી કોઈ ક્રિયા કરવાની કહી નથી. (વાસ્તવિકતા પાનું ૧૦)]

AMARILLO – TX

Side 1A – – @3.00Min. યોગસુત્રની ભૂમિકા -દુનિયાભરના શાસ્ત્રોના ત્રણ ભાગ, ફિલસુફી(દર્શન), આચાર અને પુરાણ. દર્શન એટલે ધર્મ તાત્વિક દ્રષ્ટિએ શું માને છે? આચારોનું નિરુપણ કે વિવેચન એટલે આચાર શાસ્ત્ર એટલે મનુ સ્મૃતિ, યાગ્નવલ્ક્ય સ્મૃતિ, વ્યાસ સ્મૃતિ આચાર શાસ્ત્ર સ્થાયી કે સનાતન નથી હોતા, પરિવર્તનશીલ હોય. અને આ બન્ને શાસ્ત્રોને પુષ્ટ કે દ્રઢ કરવા જે કથાઓ રચાઇ હોય તેને પુરાણ કહેવાય.એટલે પુરાણ શાસ્ત્ર સત્યજ છે એમ નહિ, એમાં સત્ય હોય, કલ્પના હોય તથા સત્ય અને કલ્પના બન્ને મિશ્રિત હોય. એનું ધ્યેય કથાના દ્વારા પરમ સત્યને સમાજમાં સ્થાપના કરવાનો છે. દા.ત. પુરાણની શ્રવણની આખ્યાયિકા, “માતૃદેવો ભવ” એ સિધ્ધાંતને જીવનમાં ઉતારવા માટે થઇ. આખ્યાયિકાના ઉદાહરણ સાંભળો. એક દેશનો અચાર બીજા દેશ માટે અનાચાર થઇ જાય તેનું ઉદાહરણ. @17.00Min. શાસ્ત્રો કોણે અને ક્યારે રચ્યા તેની વિગતો. ન્યાય શાસ્ત્ર – ગૌતમ ઋષિ, વૈશેષિક – કણાદ ઋષિ, સાંખ્ય – કપિલ ઋષિ, યોગ – પતંજલિ ઋષિ, (પાકિસ્તાનમાં રાવલપીંડી આગળ તક્ષશીલા વિદ્યાપીઠમાં આચાર્ય હતા), મિમાંસા – જૈમીની ઋષિ અને વેદાંત – મહર્ષિ વેદ વ્યાસ. (more…)