પતંજલિ યોગ સુત્ર – ૨
[ પતંજલિ યોગસૂત્રમાં ઈશ્વરની શરણાગતિ સ્વીકારવાનું કહ્યું છે. “ईश्वर प्रणिधानाद्वा” પતંજલિ ઈશ્વરવાદી છે. અનીશ્વરવાદી નથી. તેમનો રાજયોગ છે. હઠયોગ નથી. તેમાં કુદરત-વિરોધી કોઈ ક્રિયા કરવાની કહી નથી. (વાસ્તવિકતા પાનું ૧૦)]
AMARILLO – TX
Side 2A –
@1.11min. હઠયોગમાં ક્રિયા હઠ પૂર્વક, પ્રકૃત્તિથી વિરુદ્ધ કરવાની હોય તે વિશે ખેંચરી ક્રિયા કરવાવાળાને અમૃતનો અનુભવ થાય એવું કહેવાય પણ આ બધી નેતિ, બસ્તી, ધોતી વિગેરે પ્રકૃતિની વિરુદ્ધની ક્રિયાઓ છે અને પતંજલિ યોગ સુત્રમાં આવી કોઈ ક્રિયા બતાવવામાં આવી નથી. @2.52min. રાજયોગનો પ્રારંભ. આ યોગ બધા કરી શકે છે એટલે એનું નામ રાખવામાં આવ્યું છે. દોઢ ડાહ્યાનું ઉદાહરણ. સાધનાના ક્ષેત્રમાં ડાહ્યા કે અડધા ડાહ્યા સારા પણ દોઢ ડાહ્ય નકામા. રાજ યોગ.રાજ યોગમાં આસન અને પ્રાણાયામ સિવાય કોઇ બીજી ક્રિયા બતાવવામાં આવી નથી, બધા લોકો કરી શકે પરંતુ ગુરુના અનુશાશનમાં રહેવા માટેની તૈયારી હોય તેને માટેજ આ યોગ છે. ચિત્તની વ્રુત્તિનો નિરોધ તેનું નામ યોગ. બીજો દિવસ – @15.00Min. યોગનો અર્થ. બે વસ્તુને મળવી આપવી એનું નામ યોગ. જે ક્રિયાના દ્વારા જીવાત્મા અને પરમાત્માને મેળવી દેવામાં આવે તેનું નામ યોગ. ચિત્તનો(અંતઃકરણ) અર્થ. આ યોગની પ્રક્રિયામાં પરમાત્મા જીવાત્માની પાસે આવશે કે જીવાત્મા પરમાત્મા પાસે જશે? બંગાળમાં એક ઉચ્ચ કોટીના સંતની વાત. “मै जानु हरि दूर है, हरि है ह्रदय मांय. आदि टाती कपटकी तासे दिखे नाय.”જીવાત્મા અને પરમાત્મા બંને એકજ ઘરમાં રહે છે. ચિત્તની વૃત્તિના નિરોધનું નામ યોગ. મન બુદ્ધિ ચિત્ત અને અહંકારના સંયુક્ત રૂપને અંત:કરણ કહેવાય. (more…)