કર્તવ્ય કથા – રામાયણ-૧
કર્તવ્ય કથા રામાયણ – ઊંઝા આશ્રમ
Side A –
– આજે જયારે રામચરિત માણસની કથાઓ થાય છે અને વાલ્મીકી રામાયણ લગભગ ભૂલવા માંડ્યું છે ત્યારે આ વાલ્મીકી કથાનો હેતુ શું છે? મુખ્ય હેતુ એટલો છે કે બંને વચ્ચે લગભગ 2000 વર્ષનું અંતર વીત્યું એ સમય દરમ્યાન રામાયણની કથાએ કેવાં કેવાં રૂપ ધારણ કર્યા, કેવાં વણાંકો લીધાં અને બધું ક્યાંથી ક્યાં પહોંચી ગયું, એ લોકો સમજી શકે એટલા માટે. રામાયણની કથામાં ડગલે અને પગલે કર્તવ્યની પ્રધાનતા છે. @3.03min. પ્રજા ક્યારે મહાન બની શકે? જ્યારે એને વારંવાર કર્તવ્ય સમજાવવામાં આવે ત્યારે. આટ-આટલી કથાઓ કર્યા પછી પણ પ્રજા મહાન કેમ નથી બનતી? આનો ઉત્તર જોઈતો હોય તો કથાના ચાર રૂપ સાંભળો. કર્તવ્ય કથા, વૈરાગ્ય કથા, વ્યક્તિ કથા અને તુક્કા કથા. આજે આ ચાર કથાઓમાંથી કઈ કથાઓ થઇ રહી છે? એનો નિર્ણય તમારે કરવાનો છે. (more…)