કર્તવ્ય કથા – રામાયણ-૨
Side B –
– રામે વાલીનો અગ્નિ સંસ્કાર કરાવ્યો. લક્ષ્મણે સુગ્રીવનો રાજ્યાભિષેક કરાવ્યો, અંગદને યુવરાજ બનાવ્યો અને તારા પણ વાલીની પત્ની બની. રામાયણમાં વિચિત્ર પાત્રો છે. એક તરફ સીતા પતિવ્રતા ધર્મ માટે ઝઝૂમી રહી છે અને બીજી તરફ વાલીની પત્ની તારા સુગ્રીવની પત્ની બને છે. સંસ્કૃતિ ક્યાં ગઈ? રૂમાને વાલીએ પોતાના ઘરમાં રાખી લીધી તો રૂમાએ વિરોધ કેમ ન કર્યો? લોકોની સંસ્કૃતિ અલગ અલગ હોય છે, જેણે ભ્રમણ કર્યું હોય તેજ આ જાણી શકે છે. @2.24min. હિમાચલ પ્રદેશમાં આજે પણ ચાર-પાંચ ભાઈઓ હોય તો એકજ ભાઈ પરણે છે, બધા ભાઈઓની વચ્ચે એક પત્ની. એનાથીએ બીજા એવા રીવાજો છે કે મારાથી અહિ કથામાં બોલી ન શકાય. અને ત્યાં એ સહજ રીતે ચાલે છે. આપણે ત્યાં અમુકમાં પુનર્લગ્ન કરી શકે અમુકમાં નહિ કરી શકે, આજે તો ઘણી છૂટ થઇ છે, એ સારું છે. પુરુષના તો પુનર્લગ્ન થાયજ. પુનર્લગ્ન કરનારી સ્ત્રીઓ શું નરકે જવાની? અને પુરુષ પુનર્લગ્ન કરે તો? આ ધર્મ નથી પણ રૂઢિ છે, રીવાજ છે. આખી દુનિયામાં જુદી જુદી સંસ્કૃતિઓ હોય છે અને એના દ્વારા સમાજ બનેલો હોય છે. (more…)