રામાયણ સમિક્ષા – ૧
રામાયણ સમિક્ષા, Shree Mali Society, અમદાવાદ
Side 1A –
– શરૂઆતમાં એક ભજન – પાયોજી મૈને રામ રતન ધન – @5.11min.આપણો મૂળ ગ્રંથ વેદ છે. શાસ્ત્રનું ધ્યેય આખા સમાજને, આખી પ્રજાને પકડવાનું છે. જ્યાં સુધી સમગ્ર પ્રજા, સમાજ પકડાતો નથી હોતો ત્યાં સુધી એ સુરક્ષિત અને બળવાન નથી હોતો. મુક્તિ જેટલી મંગળ છે, બંધન પણ એટલુંજ મંગળ છે, બંધન વિનાની મુક્તિ સ્વચ્છંદતા છે. જ્યારે કોઈ આખી પ્રજા તૂટી પડવાની હોય, છિન્ન ભિન્ન થવાની હોય તો એની પહેલ્લામાં પહેલી નિશાની છે કે એ એના શાસ્ત્રથી છૂટવા માંડે, શાસ્ત્રની નિંદા કરવા માંડે, શાસ્ત્ર પ્રત્યે અશ્રદ્ધા જાગે તો એમ સમજવું કે આ પ્રજા તણખલાની જેમ વેરવિખેર થઇ જશે. @17.11min.સમાજની અંદર, ઘરની અંદર, તમે જ્યાં રહો ત્યાં પ્રેમ એ એક બહુ મોટી પકડવાની શક્તિ છે. (more…)