ગાંધી અને સરદાર
[ મારી દ્રષ્ટીએ, આજસુધીના ઇતિહાસમાં આટલું નિર્મળ ચરિત્ર, આટલી નિસ્પ્રિહતા, આટલી શસ્ત્ર વિનાની નિર્ભયતા અને આટલી ઊંડી મુત્સદ્દિગીરી આખા ઇતિહાસમાં મને કોઇ જગ્યાએ દેખાતી નથી. સૌથી મોટું આશ્ચર્ય એ કે એક વાક્ય પણ જુઠ્ઠું બોલ્યા વિના જે માણસ આંતરિક અને બાહ્ય બંને પ્રકારની રાજનીતિ સફળતા પૂર્વક લડી શકે, હું માનું છું કે આ દુનિયાનું અને રાજકારણનું મોટામાં મોટું આશ્ચર્ય છે. મારી દ્રષ્ટીએ આ શતાબ્દીના મોટામાં મોટા કોઈ આધ્યાત્મિક પુરુષ હોય તો તે ગાંધીજી છે.
ગાંધીજી સાથે કોઇનો ગમે તેટલો મતભેદ હોય, મારે પણ છે, પરંતુ આ એક સાચો માણસ હતો. ઢોંગી, આડંબરી કે પાખંડી ન હતો. અસ્પૃષ્ય લોકોની વચ્ચે જઇને બેસે, અને એના મહોલ્લામાં જઇને રહે.
-Swami Sachchidananadji ]
ગાંધી અને સરદાર – ગંગાધરા – હિંદુ-મુસ્લિમ સભા
Side A –
– @1.54min. આપણે ગુલામ કેમ થયા? આઝાદ કેમ થયા? આપણે આઝાદીનો રથ કઇ તરફ હાંકી રહ્યા છીએ? ઇંગ્લેન્ડ પોતે પણ ૫૦૦ વર્ષ સુધી રોમનોનું ગુલામ રહ્યું છતાં ૧૫મી શતાબ્દીમાં આ નાનું સરખું રજવાડું જોતજોતામાં ભારત આવે અને ભારતનું તથા દુનિયાનું સંપૂર્ણ અધિપત્ય ભાગવે, તેનાં નિશ્ચિત કારણો હોવા જોઈએ.ઇંગ્લેન્ડ પોતે પણ ૫૦૦ વર્ષ સુધી રોમનોનું ગુલામ રહ્યું છતાં ૧૫મી શતાબ્દીમાં આ નાનું સરખું રજવાડું જોતજોતામાં ભારત આવે અને ભારતનું તથા દુનિયાનું સંપૂર્ણ અધિપત્ય ભાગવે, તેનાં નિશ્ચિત કારણો હોવા જોઈએ. ઇંગ્લેંડ અને પશ્ચિમના દેશોનો રસપ્રદ ઇતિહાસ અને ભારતની ગુમરાહ પ્રજા સાથે સરખામણી. @5.18min. પ્રજાને નાનીજ બનાવી દેવી હોય તો એને નાના કામમાં જોતરી રાખો. પ્રજાની અંદર જો સાહસ વૃત્તિ ન હોય તો એનો બૌદ્ધિક વિકાસ પુરેપુરો ન થઇ શકે તે કોલંબસ અને વાસ્કો ડી ગામાના ઉદાહરણથી સાંભળો. જ્યારે વાસ્કો ડી ગામા આફ્રિકાનું ચક્કર લગાવી કાલીકટ પહોંચ્યો, ઠીક એજ સમયે ભારતનો ક્રીમ વર્ગ હિમાલય તરફ દોડતો હતો. (more…)