મુસ્લિમ સમસ્યા અને ગાંધી ચર્ચા

[ મારી દ્રષ્ટીએ, આજસુધીના ઇતિહાસમાં આટલું નિર્મળ ચરિત્ર, આટલી નિસ્પ્રિહતા, આટલી શસ્ત્ર વિનાની નિર્ભયતા અને આટલી ઊંડી મુત્સદ્દિગીરી આખા ઇતિહાસમાં મને કોઇ જગ્યાએ દેખાતી નથી. સૌથી મોટું આશ્ચર્ય એ કે એક વાક્ય પણ જુઠ્ઠું બોલ્યા વિના જે માણસ આંતરિક અને બાહ્ય બંને પ્રકારની રાજનીતિ સફળતા પૂર્વક લડી શકે, હું માનું છું કે આ દુનિયાનું અને રાજકારણનું મોટામાં મોટું આશ્ચર્ય છે. મારી દ્રષ્ટીએ આ શતાબ્દીના મોટામાં મોટા કોઈ આધ્યાત્મિક પુરુષ હોય તો તે ગાંધીજી છે.
ગાંધીજી સાથે કોઇનો ગમે તેટલો મતભેદ હોય, મારે પણ છે, પરંતુ આ એક સાચો માણસ હતો. ઢોંગી, આડંબરી કે પાખંડી ન હતો. અસ્પૃષ્ય લોકોની વચ્ચે જઇને બેસે, અને એના મહોલ્લામાં જઇને રહે.
-Swami Sachchidananadji ]

મુસ્લિમ સમસ્યા અને ગાંધી ચર્ચા – સરદાર પટેલ યુનીવર્સીટી, વલ્લભ વિદ્યાનગર

Side A –

– ગોધરાકાંડ પર સેમીનાર – જ્યાં સુધી તમે પ્રશ્નના વાસ્તવિક ઊંડાણમાં નહિ જાવ ત્યાં સુધી તમે એના ઉકેલને બરાબર સમજી ન શકો. ગોધરાકાંડ મુસ્લિમ સમસ્યાનું એક દિગદર્શન છે. આ મુસ્લિમ સમસ્યા વિશ્વવ્યાપી છે. ભારત માટે વિચાર કરો તો એના મૂળ ૧૯૪૭ પહેલેથી મળશે. અંગ્રેજોને ઝીન્હા સાહેબે કહ્યું કે હિંદુઓ સાથે અમારાથી રહેવાયાજ નહિ.પાકિસ્તાનનું નિર્માણ ગુજરાત અને ઉત્તર પ્રદેશમાંથી થયું છે. અંતે ઝીન્હા સાહેબનો વિજય થયો. ગાંધીજી બિલકુલ સંમત ન હતા. @4.09min. સરદાર પટેલનો એમાં શું વ્યૂહ હતો? સરદાર પટેલે કહ્યું કે ૧૯૪૭ પછી ભારતમાં મુસલમાનો ખુશીથી રહે, સારી રીતે ભારતના નાગરિક બનીને રહે પણ પાકિસ્તાનનું મૂળ ભારતમાં ન રહેવું જોઈએ. દુર્ભાગ્ય સમજો કે આપણે પાકિસ્તાનનું મૂળ કાઢી ન શક્યા. ક્રિકેટ રમતનું ઉદાહરણ. ચાણક્યે લખ્યું છે કે રાજાએ સારી રીતે રાજ્ય કરવું હોય તો પ્રશ્નોને મૂળમાંથી ઉખેડી નાંખવા. બીજો પ્રશ્ન – જે ભારતમાં મુસલમાનો રહી ગયા, તે બધા ભારતીય મૂળવાળા છે પણ ક્રમે ક્રમે તે બિચારા થઇ ગયા અને પાકિસ્તાન મૂળવાળા બળવાન થઇ ગયા. @7.53min. મુસ્લિમોના બે ભાગ, એક મદરેસાવાળો અને બીજો મદરેસા વગરનો. આ મદરેસાએ મુસ્લિમોનું નવું રૂપ ઉભું કર્યું. મદરેસા વગરનો મુસલમાન ચુસ્ત, કટ્ટર નથી. મદરેસામાંથી જે વર્ગ ઉભો થયો અને બહુ ઝડપથી વ્યાપ થયો, એણે મુસ્લિમ સમસ્યા ઉભી કરી. અને એને સમજવું હોય તો આ પાંચ શબ્દોને સમજવા જોઈએ. ઈમાન, કાફર, જીહાદ, ફતવો અને તોહીન. (more…)